બોટાદ માં ખેલાયો ખૂની ખેલ ! માલધારી સમાજ ના યુવક નું રાત્રી ના સમયે ધારધાર હથિયાર વડે ઢાળી દેવાયું ઢીમ કારણ કે,
ગુજરાતમાંથી રોજબરોજ હત્યા ના બનાવો માં મોટા પ્રમાણમાં વધારો થઈ ચૂક્યો છે. લોકો નાની એવી વાતોમાં એકબીજાની હત્યા કરી દેતા હોય છે. જૂની અદાવતમાં પૈસાની, લેતી દેતીમાં, પ્રેમ પ્રકરણમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. બોટાદ જિલ્લામાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં માલધારી સમાજના 30 વર્ષના એક યુવાનની ધારદાર હથિયાર વડે ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે.
વધુ વિગતે વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ઢાંકણીયા ગામમાંથી ગઈકાલે આ ઘટના બની હતી. જેમાં ૩૦ વર્ષના એક યુવાન ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો જેમાં યુવક નું મૃત્યુ નીપજ્યું હતું તો અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા ઓ થતા ભાવનગર તથા બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દિવ્યભાસ્કર ના અહેવાલ મુજબ ઢાંકણીયા ગામમાં રહેતા 30 વર્ષના નવઘણ ઝાલાભાઈ જોગરાણા ની દયનીય પૂર્વક ગઇકાલ રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા ના બનાવમાં બે પક્ષો વચ્ચે અથડામણ થતાં નવઘણ ઝાલાભાઈનું મોત નીપજ્યું તો મુવા જોગરાણા અને તેજા જોગરાણા ને ગંભીર હાલતમાં ભાવનગર અને બોટાદ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધ હતી.
અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તો ભરવાડ સમાજના યુવકની હત્યા થઈ જતા માલધારી સમાજમાં રોશની લાગણી છવાઈ ચૂકી હતી અને આરોપીઓને કડક માં કડક સજા થાય તેવી માંગણી ઉઠાવી હતી. આમ હત્યારના પગલે ગામમાં ફરેરાટી છવાઈ ગઈ હતી. આવી હત્યાઓ ગુજરાતમાં રોજબરોજ બનવી સામાન્ય બની ગઈ છે. ગુનેગારોને પોલીસનો ડર ન હોય તેમ એકબીજાની હત્યા કરી દે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!