રક્ષક જ ભક્ષક બન્યો ! નિઃસહાય વૃદ્ધ ને રેલવે ટ્રેક પર ઉંધો લટકાવી ઢોર ની જેમ માર મારતા પોલીસ કર્મી નો વિડીયો…
સોશિયલ મીડિયા પર આપણને રોજબરોજ ઘણી સારી ઘટનાઓની માહિતી મળતી હોય છે. આપણા સમાજમાં રોજબરોજ એવી ઘટના બનતી હોય છે કે જેને સાંભળીને આપણે હલ બલી જતા હોઈએ છીએ. આજકાલ આપણા સમાજમાં ગુનાહિત તત્વના પ્રમાણમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં વધારો થયેલો છે. ખૂન-ખરાબા, લૂંટ, ચોરી વગેરે ઘટનાઓ સામે આવતી હોય છે. ગુનાહિત પ્રવૃત્તિઓ પર માત્ર પોલીસ જ કંટ્રોલ રાખી શકે છે. ઘણા એવા કિસ્સો સામે આવતા હોય છે કે રક્ષક ભક્ષક બનતા હોય છે.
એક ઘટના સમે આવી છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ એક નિર્દોષ વ્યક્તિને ઢોરની જેમ માર મારતો નજરે ચડ્યો છે. આ ઘટના મધ્યપ્રદેશના જબલપુર રેલવે સ્ટેશનની જણાવવામાં આવી રહી છે. જેમાં એક પોલીસ કરમી એક વૃદ્ધ વ્યક્તિ પર અચાનક તૂટી પડે છે. અને જોવા વાળાની તો આંખો જ ફાટી ગઈ હતી. આમાં જોઈ શકાય છે તેમ એક પોલીસ કોન્સ્ટેબલ એક વૃદ્ધને ને માર મારી રહ્યો છે ક્યારેક તેના મોઢા પર મુકા મારેછે તો ક્યારેક ઢીકા-પાટુ નો માર મારે છે. પોલીસ કર્મી દ્વારા વૃદ્ધ વ્યક્તિના ઢીકા-પાટુ નો માર માર્યા બાદ તેને પ્લેટફોર્મની બાજુના રેલવે ટ્રેક પર ઊંધો લટકાવવામાં આવે છે. લટકાવ્યા બાદ પણ તેના ઉપર ખૂબ જ મારપીટ કરવામાં આવે છે… જુઓ વિડિયો.
Pathetic & Horrible
(Jabalpur Station Incidence) pic.twitter.com/JMh356IgXF— J.J.SaidaiahBabu सैदय्या बाबू సైదయ్యబాబు (@SaidaiahBabuINC) July 29, 2022
સમાચારો મુજબ આ પોલીસ કર્મી નો વિડીયો 27-જુલાઈ નો છે. વધુ જાણકારી મળી કે આ પોલીસ કોન્સ્ટેબલ નું નામ અનંત મિશ્રા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા બાદ સિનિયર ઓફિસરના ધ્યાનમાં આવતા જે બાદ અંત મિશ્રા નામના પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરતા અનંત મિશ્રા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
બાદમાં વધુ જાણકારી મળી હતી કે જે વ્યક્તિ ને પોલીસ કોન્સ્ટેબલ માર મારી રહ્યો હતો. તે વ્યક્તિ નશામાં હતો અને ત્યાં ઉભેલા અન્ય મુસાફરો સાથે ગેરવર્તન કરતો હતો. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલે તે વ્યક્તિને સમજાવ્યો છતાં પણ તે તેની ગેરવર્તન શરૂ રાખતો હતો. બાદમાં પોલીસ કર્મી સાથે માથાકૂટ કરવા લાગ્યો જેના પોલીસ કર્મી એ તેને ઢોર માર માર્યો હતો. વિડિયો જોઈ ને લોકો પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં કોઈ વ્યક્તિ કહે છે કે આ પોલીસ કર્મીનું વર્તન ખૂબ જ ખરાબ કહેવાય. ની સહાય વૃદ્ધને આવી રીતે ઢોર માર મારવા ન જોઈએ
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!