India

ચોરનો અનોખો જુગાડ! સોનાની તસ્કરી માટે આ ચોરે જે કર્યું વીડિઓ જોઇને તમે પણ ચોકી જાસો! લાખોનું સોનું પોતાના..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં પૈસા ની ઘણી જરૂર પડે છે તેવામાં અમુક લોકો ને મહેનત કરીને પૈસા કમાવવા પસંદ હોતા નથી અને આવા લોકો ખોટા માર્ગે અને ખોટા કામો કરીને પૈસા કમાય છે કિમતી વસ્તુઓ અને પૈસા ની ચોરી લુટ ફાટ અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓ કરે છે જો કે સમય ની સાથે સાથે ચોરો પણ ઘણા હોશિયાર થઇ ગયા છે અને ચોરી કરવા માટે અલગ અલગ ટેકનીક અપનાવે છે. જો કે આપણે સૌ જાણીએ છીએ કે ખોટા કામની ઉમર લાંબી હોતી નથી.

આવા ચોરો ભલે ગમ્મે તેટલા હોશિયાર થઇ જાય પરંતુ પોલીસ તેમને પકડી ને તેમની બધીજ હોશિયારી ઉતારીજ દે છે હાલમાં આપણે આવીજ એક ઘટના અંગે વાત કરવાની છે કે જેનો વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ચોર કિમતી સોનાની તસ્કરી કરતો જોવા મળે છે આ માટે તે ચોર જે યુક્તિ લગાવે છે તેને જોઇને તમે પણ ચોકી જાસો

આ ઘટના લખનઉ એરપોર્ટ ની છે કે જ્યાં એક મુસાફર ના રૂપમાં આવેલ તસ્કર કે જે શારજાહથી લખનઉ ગયો હતો તેને પોલીસે પકડી પડ્યો હતો. અને તેની પાસેથી ૧૫ લાખથી વધુ કીમત નું સોનું મળ્યું હતું. પોલીસ ના જણાવ્યા અનુસાર વ્યક્તિ જયારે પ્રોફાઈલિંગ ચેકિંગ બાદ ગ્રીન ચેનલ માંથી બહાર નીકળ્યો ત્યારે તેને પકડવામાં આવ્યો હતો જ્યાં પૂછતાછ માં માલુમ પડ્યું કે તેના માથાના વાળ સાચા નથી પરંતુ વિગ છે જે બાદ જયારે હાજર પોલીસ અધિકારીએ વ્યક્તિને વિગ દુર કરવા કહ્યું ત્યારે તેઓ હેરાન થઈ ગયા.

જણાવી દઈએ કે આ મુસાફિર એક તસ્કર હતો કે જે વિગ ની નીચે કિમતી સોનાની તસ્કરી કરી રહ્યો હતો આ માટે વ્યક્તિએ વિગની નીચે એક પ્લાસ્ટિક ની થીલી જેવું ચોટાડયુ હતું કે જેમાં આશરે ૨૯૧ ગ્રામ વજન વાળું સોનું હતું આ સોનાની કીમત આશરે ૧૫,૪૨,૩૦૦ રૂપિયા અંદાજવામાં આવી છે જે બાદ પોલીસે સોનું જપ્ત કરી આરોપીને કોર્ટ સામે રજુ કર્યું કે જ્યાં આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *