5-કિલોમીટર રીક્ષા ની પાછળ દોડનાર શ્વાન નો વિડીયો થયો વાયરલ, કહાની જાણતા આંખ માંથી પાણી આવી જશે.
આજકાલ ના ઇન્ટરનેટ ના જમાના માં એક જ ઘર ના સભ્યો એકબીજા થી દૂર જય રહ્યા છે. લોકો ના મગજ ઉપર માઠી અસર પડતી હોય છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક શ્વાન નો માણસ પ્રત્યે નો પ્રેમ કેટલી હદે છે એ વિડીયો માં જોઈ શકાય છે. લોકો પોતના ઘર માં ખાસ તો શ્વાન ને પાલતુ પ્રાણી તરીકે રાખતા હોય છે. પોતાના પરિવાર જેટલા જ પોતાના પાલતુ પ્રાણીઓ ને પ્રેમ આપે છે.
વિડીયો વાયરલ માં જોઈ શકાય છે કે, એક શેરી માં રહેતો શ્વાન કે જે એક ઘર ના લોકો ની ખુબ જ નજીક આવી ગયો હતો. કારણ કે ત્યાં રહેતા એક ઘર ના લોકો આ શ્વાન ને રોજ જમવાનું આપતા હતા. અને ધીમે ધીમે ઘર ના બાળકો અને સભ્યો પ્રત્યે એક ઘાઢ સંબંધ બંધાય ગયો હતો. એવામાં ભાડા ના ઘર માં રહેતા લોકો પોતાનું ઘર બદલાવે છે. ઘર ના લોકો રીક્ષા માં સામાન લઇ ને જતા હોય છે. તો આ શ્વાન તેની પાછળ પાછળ 5-કિલોમીટર સુધી દોડ્યો. જુઓ વિડીયો.
View this post on Instagram
આ શ્વાન નો તે ઘર ના બાળકો પ્રત્યે નો પ્રેમ જોઈ ને આંખ માંથી આસું આવી જાય એવો છે. 5-કિલોમીટરર સુધી તે લોકો જ્યાં રહેવા ગયા ત્યાં તે શ્વાન પણ રહેવા ગયો. આ વિડીયો ને ચીફ રિપોર્ટર હેમાંશુભાઈ ત્રિપાઠી દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો આપણા ભારત દેશ ના આગરા શહેર નો જાણવામાં આવી રહ્યો છે.
આ શ્વાન નો પ્રેમ જોઈ ને લોકો પણ ચોકી ઉઠ્યા હતા. શ્વાન નો પ્રેમ જોઈ ને લોકો પણ ભાવુક થઇ ગયા. અને શ્વાન પ્રત્યે પ્રેમ વરસાવતા કોમેંટો અને ઈમોજી શેર કરી રહ્યા છે. માણસ ક્યારેક બીજા માણસ ને વફાદાર નથી રહેતો. પરંતુ પાલતુ પ્રાણી ક્યારેય લોકો ને બેવફાદર થતા નથી. આવા અનેક માણસ અને પ્રાણીઓ ના વિડીયો આપણને જોવા મળતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.