લગ્ન મંડપ બન્યો લડાઈ નો અખાડો ! વરરાજા એ કન્યા ને ઝીંકી દીધો તમાચો તો કન્યા એ એક નહીં બે નહીં પણ,,જુઓ વિડીયો.
ભારતમાં લગ્નની સિઝન ખુબ જ શાનદાર રીતે ચાલી રહી છે. રોજબરોજ લગ્નના અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવતા હોય છે. લગ્ન પ્રસંગમાં ખાસ તો પરિવારના તમામ સભ્યો એકઠા થતા હોય છે અને વર વધુ ને લગ્નની શુભકામનાઓ પાઠવતા હોય છે. લગ્ન પ્રસંગમાં પરિવારના સભ્યો હર્ષોલ્લાસ સાથે તમામ વિધિઓ કરતા હોય છે અને લગ્ન પ્રસંગ યાદગાર બનાવતા હોય છે.
લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે વરરાજા અને કન્યા લગ્ન પ્રસંગમાં ડાન્સ ના સ્ટેપ્સ કરતા હોય છે. પરંતુ હાલ એક વિડીયો એવો સામે આવ્યો છે કે જેને જોઈને લોકો પણ ચોકી ઉઠ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે તેમ એક વરરાજા અને કન્યા લગ્ન વિધિ કરવા માટે લગ્નના સ્ટેજ ઉપર ઉભા હોય છે અને પરિવારના સભ્યો પણ આસપાસ ગોઠવાયેલા જોવા મળે છે. થાય છે એવું કે કોઈ વિધિના ભાગરૂપે વરરાજા કન્યાના મોઢામાં કંઈક આપે છે.
પરંતુ કન્યા ને તે વસ્તુ પસંદ હોતી નથી આથી તે વરરાજા ના હાથે કોઈપણ વસ્તુ ખાવા માંગતી નથી. પરંતુ વરરાજા કન્યાને પરાણે મોઢા માં કોઈ ખાવાની વસ્તુ આપતો હોય તેવું લાગે છે. વરરાજા ની આ હરકત ઉપર કન્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને કન્યાએ વરરાજા ઉપર છુટા હાથે મારામારી કરવાની શરૂ કરી. કન્યાએ જેવી મારામારી શરૂ કરી કે વરરાજા નો મગજ નો બાટલો પણ ફાટ્યો અને તે પણ કન્યા ઉપર તૂટી પડ્યો.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022
બંને એ એકબીજા ઉપર મુક્કા અને લાતો વડે લગ્ન મંડપને લડાઈ નો અખાડો બનાવી દીધો હતો. પરિવારના સભ્યો બંને વચ્ચે પડીને આ લડાઈ શાંત કરાવતા હોય છે. પરંતુ વરરાજા અને કન્યા જરા પણ માનવા તૈયાર હોતા નથી. પરિવારના સભ્યો મહામુસીબતે બંનેને શાંત કરવામાં સફળ થાય છે અને થોડીવાર પછી જોવા મળે છે કન્યા લગ્ન મંડપને છોડીને ચાલી જાય છે. આમ આ લડાઈ નો વિડીયો ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. આવા લગ્ન પ્રસંગમાં પણ અનેક લડાઈ ના પ્રસંગો બની જતા હોય છે અને લગ્નના પ્રસંગમાં ભંગ પડી જતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!