યુવકનો જબરો જુગાડ ! બનાવી દીધી એક ટાયર પર ચાલે એવી બાઈક બનાવી દીધી..ફક્ત એક જ રૂપિયામાં કાપી જાય આટલા કિમિ…જુઓ
સોશિયલ મીડિયા પર જુગાડ ના અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે,. અને આવા મજેદાર વિડીયો જોયા બાદ ઘાઈવાર આપણે આશ્ચર્યમાં મુકાઇ જતાં હોઈએ છીએ તો ઘણીવાર આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણીવાર આવા જુગાડ ના વિડીયો એવા જોરદાર જોવા મળી અજતા હોય છે કે જેને મોટા મોટા દિગ્ગજો પણ સલામી આપતા હોય છે અને વખાણ કરતાં હોય છે. જ્યારે ઘણા જુગાડ ના વિડીયો તો લોકોની કિસ્મત પણ બદલી નાખતા હોય છે.
આજ સુધી તમે જુગાડ ના ઘણા વિડીયો જોયા હશે જેમાં જુગાડ નો ઉપયોગ કરતાં ઘણીવાર એક થી એક ચડિયાતી વસ્તુઓ તૈયાર થઈ જતી હોય છે.આજના સમયમાં સામાન્ય માણસ પોતાની જરૂરિયાતો ના આધારે બે અથવા ચાર પૈડાં વાળા વાહન ને મોડીફાય કરવી લેતા હોય છે જેના કારણે તે વાહનનો લુક અને ડિઝાઈન બહુ જ ચેન્જ થઈ જતાં હોય છે. પરંતુ શું તમે ક્યારેય 1 પૈડાં વાળી બાઇક ને રસ્તા પર જતાં જોઈ છે.
જો નહીં તો આ અદ્ભુત નજારો આજે તમે પણ જોવા જય રહ્યા છો. ગુજરાત ના સુરત શહેર ના રહેવાસી બિટેક ના છાત્ર એ KTM ને મોડીફાય કરીને તેને એક પૈડાં પર હાલતી બાઈકમાં તબદીલ કરી દીધી છે. જેને જોઈને દરેક લોકો હેરાન રહી ગ્યાં છે. આ બાઇક એક પૈડાં પર બહુ જ સરળતાથી બેલેન્સ કરતી નજર આવી રહી છે જોકે તેને ચલાવી પણ બહુ જ સરળ અને સુવિધાજનક છે. આ 1 પૈડાં વાળી બાઇક ને બનાવતા 3 મહિનાનો સમય લાગ્યો છે. જેને ઓન કરતાં જ ઓટોમેટિક બેલેન્સ સિસ્ટમ ઓન થઈ જાય છે.
ત્યાં જ આ બાઇક માં પેટ્રોલ એન્જિન ને બેટરી સાથે રિપ્લેસ કરવામાં આવ્યા છે. જે 1 રૂપિયા માં 40 કિલોમીટર ની રેન્જ આપે છે. એવામાં 1 પૈડાં વાળા બાઇક ને ચલાવાના ખર્ચ પેટ્રોલ ના મુકાબલે બહુ જ ઓછો છે. આ બાઇક ને ફૂલ ચાર્જ થતાં લગભગ 2 કલાક નો સમય લાગે છે. જે સિંગલ પાવર ચાર્જ પર 45 કિમી ની મુસાફરી સરળતાથી કરી શકાય છે. ત્યાં જ આ બાઇક ઇકો ફ્રેંડલી છે. જે પેટ્રોલ થી પોલ્યુશન માં વધારો કરતી નથી અને વીજળી ની જરૂરિયાત પણ બહુ જ ઓછી રહી છે.