સુરતના આ મંદિરમાં છે અનોખી આસ્થા! અહીં લોકો માનતા પૂર્ણ થતા ભગવાન શિવને ચઢાવે છે જીવતા કરચલાનો ચઢાવો, કેમ કરચલા? જાણો
લોકો ભગવાનની ખુબજ નિષ્ઠા અને શ્રધાથી પૂજા કરતા હોઈ છે. તેમજ તેમના બધાજ દુઃખદર્દ ને લઇ ભગવાન પાસે દુર કરવા પહોચી જતા હોઈ છે. તેમજ તેમની બધી ઈચ્છાઓ ભગવાને કહેતા હોઈ છે. આમ ઘણી વખત લોકો જે માનતા રાખે છે તે પૂરી થતા મંદિરમાં પ્રસાદ, ધજા, ચુંદડી, છત્તર, જેવી વસ્તુઓ પણ ચઢાવતા હોય છે. પરંતુ શું તમે કોઈ દિવસ જોયું છે કે માનતા પૂરી થતા પ્રસાદ કે ધજા વગેરે નહિ બલકે જીવતાં કરચલાં ચઢાવે છે. આજે તમને ગુજરાતના એક તેવાજ મંદિર વિશે વિગતે જણાવીશું.
વાત કરવામાં આવે તો સુરતમાં ઉમરા વિસ્તારના રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશી(આજે)એ શિવજી પર જીવતાં કરચલાંથી અભિષેક કરવામાં આવતો હોય છે. મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતાં કરચલાં ભગવાન શિવને ચડાવવામાં આવતા હોઈ છે. ભાવિકોને કાનના રોગ દૂર થતા હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી મંદિરે જીવતાં કરચલાં લઈને પહોંચી પૂજા-અર્ચના કરી હતી. તેમજ વાત કરીએ તો એકાદશીનોં દિવસ જ્યારે હોઈ છે ત્યારે આ દિવસે મંદિરના નજીકના સ્મશાન ઘાટ પર મૃત્યુ પામનારનાં પરિવારજનો મરનારની ઈચ્છા અનુસાર તેની મન ગમતી ખાવાની અને પીવાની વસ્તુ અર્પણ કરે છે, જેથી તેના આત્માને શાંતિ મળે.
આમ ભગવાન મહાદેવ પર આસ્થા રાખે તો તેના કાનની બીમારી દૂર થઈ જાય છે. જે બાદ ભગવાનનો આભાર માણવા માટે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવ પર જીવતા કરચલા ચઢાવે છે. માનતા પૂરી કરવા આવેલા ભક્તો સવારથી જ જીવતા કરચલા લઈને ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે. તેમજ આ સાથે એટલું જ નહીં પરંતુ ઉમરા અને તેની આસપાસના ગામના લોકો પણ સવારના સમયે મોટી સંખ્યામાં મહાદેવના મંદિરે જીવતા કરચલા ચઢાવવા આવે છે. વહેલી સવારે મંદિરની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. તેમજ મળતી વિગત પ્રમાણે આ બધાજ જીવતા કરચલાઓને ભેગા કરીને મંદિર ટ્રસ્ટ દ્વારા સલામત રીતે કરચલાને તાપી નદીમાં છોડી દેવામાં આવે છે.
જો તમને નોં ખ્યાલ હોઈ તો જણાવી દઈએ કે જીવતા કરચલા ચઢાવવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. વાત કરીએ તો લોકવાયકા પ્રમાણે, ભગવાન રામે તર્પણવિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી. સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી. આ દરમિયાન સમુદ્રનાં મોજાંને કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલાં આવી પડ્યાં.
ભગવાન રામને સમુદ્ર દેવે કરચલાં જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા. આમ ભગવાન રામે કરચલાંને યોગ્ય સન્માન મળે એ ઉદ્દેશથી એક સૂચન કર્યું. આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલાં ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી લઈને આજ સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે