India

આ છે ભારત ના પાખંડીઓ ! ચમત્કાર નો દાવો કરી જનતા ને કરતા હતા ગુમરાહ. જાણો કોણ કોણ અને શું છે તેમના આરોપો?

Spread the love

ભારતમાં અનેક પાખંડીઓ બાબાઓ કે જેઓ ભારતની જનતાને બેવકૂફ બનાવતા હોય છે. જેના કારણે અનેક લોકોને જેલમાં જવાનો પણ વારો આવ્યો છે. હાલમાં આખા ભારતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ ચર્ચા નો વિષય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર આ દિવસોમાં કેટલાક લોકો અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તો કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીની તરફેણમાં પણ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને વાદવિવાદ ખૂબ ચાલી રહ્યો છે.

પરંતુ આજે અમે તમને ભારતના પાખંડી લોકોની વાત જણાવીશું કે જેવો પહેલા લોકોને બેવકૂફ બનાવી ચૂક્યા છે. ચમત્કારનો દાવો કરનાર સત્ય સાય બાબા પોતાના જીવનમાં ઘેરાયેલા હતા. તેમના પર યોન શોષણનો આરોગ લગાવવામાં આવ્યો હતો. બાબાએ આરોપો ફગાવી દીધા હતા અને તેમના ઉપર વિદેશમાં પણ અનેક કેસ નોંધાયેલા છે.

આસારામ બાપુ આસારામ બાપુને તો હર કોઈ લોકો ઓળખતા જ હશે. 15 ઓગસ્ટ 2013 ના રોજ જોધપુરના મનાઈ ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં આસારામે સગીર વિદ્યાર્થી નું યોન શોષણ કર્યું હતું. આ કેસમાં તે હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે.

ગુર્મીત રામ રહીમ વર્ષ 2017 માં રેપના કેસમાં સજા સંભળાવવામાં આવી હતી. આશ્રમમાં સાધુ ઓને બળજબરીથી નસબંધી કરાવવામાં આવતી હોવાનો આરોપ તેમના ઉપર લગાવવામાં આવ્યો હતો. ઉપરાંત 2002માં રામ રહીમના આશ્રમમાં રહેલ એક સાધુએ યોન શોષણના આરોપણ લાગ્યા હતા અને રમખાણો ફાટી નીકળ્યા હોય તેમાં પણ રામ રહીમની ધરપકડ કરવામાં આવી હતી.

રાધેમા 17 વર્ષની ઉંમરે લગ્ન કર્યા બાદ રાધેમાં આધ્યાત્મિક માર્ગ તરફ વળ્યા. રાધેમાંનું સાચું નામ સુખવિંદર કૌર છે. 2015ના વર્ષમાં રાધે મા નો મીની સ્કર્ટમાં ફોટો વાયરલ થતા ફોટાને લઈને તેમના ભક્તો એ તેની સામે છેતરપિંડીની ફરિયાદ ના આરોપો લગાવ્યા હતા. આ ઉપરાંત મુંબઈમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ મનમોહન ગુપ્તાના બંગલા ઉપર કબજો કરવાનો આરોપ પણ રાધેમા ઉપર લગાવવામાં આવેલો છે.

નિર્મલ બાબા નિર્મલ બાબા પોતાની સલાહ આપવાની વાતને લઈને લોકોમાં પ્રખ્યાત છે. એક સમયે ડાયાબિટીસના દર્દીને નિર્મલ બાબાએ ખીર ખાવાની સલાહ આપી તો દર્દીનું સુગર વધી ગયું અને તેની તબિયત બગડી હતી. આ આરોપસર નિર્મલ બાબાની ધરપકડ કરવામાં આવી હતી. આમ ભારતમાં આવા લોકોને કોઈ કમી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *