Categories
India

શું તમે જાણો છો કે કઈ રીતે ભારતના આ 6 ધનવાન બન્યા કંગાળ એક સમયે પૈસાનો વરસાદ થતો પરંતુ હવે.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ જીવનમાં દરેક વ્યક્તિની ધનવાન બનવાની ઈચ્છા દરેક વ્યક્તિ વધુ ને વધુ પૈસા કમાઈ ને એક આલીશાન વૈભવી જીવન જીવવા માગે છે આ માટે લોકો અનેક પ્રયત્ન કરો જો કે જીવનમાં ધનવાન બનવા માટે મહેનતની સાથે સાથે અમુક પ્રકારની ખાસ બાબતોને લઈને ચોકસાઈ રાખવી પણ જરૂરી હોય છે નહીં તો આવેલો પૈસો જતા કોઈવાર થતી નથી આપણે અહીં દેશના અમુક એવા જ તે ધનવાન વ્યક્તિઓની માહિતી મેળવશું કે જેઓ એક જ સમયે દેશ અને દુનિયામાં પૈસાની બાબતે ઘણું મોટું નામ ધરાવતા હતા પરંતુ સમય જતાં તેમની પર એક રૂપિયો પણ વધ્યો નથી.

આપણે સૌ જાણીએ છિએ કે વર્તમાન સમય ભારત નો સમય છે હાલમાં દુનિયામાં ભારત નું કદ જે રીતે વધી રહ્યું છે તેને જોતાં ભારત નો મુકાબલો કરવાની કોઇની તાકાત નથી આપણે સૌ જાણીએ છિએ કે ભારતમાં અબજોપતિઓની કોઈ કમી નથી. થોડા સમય પહેલા જ ફોર્બ્સ દ્વારા ભારતના 10 સૌથી અમીર વ્યકતિ જેવા કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને શિવ નાદર સહિત ઘણા અબજોપતિઓ ના નામ જાહેર કર્યા છે

પરંતુ શું તમે જાણો છોકે આ નામ અગાઉ પણ થોડા વર્ષો પહેલા ભારતના સૌથી અમીર લોકોની આ યાદીમાં અનિલ અંબાણી, વિજય માલ્યા, નીરવ મોદી જેવા અબજોપતિઓના નામ સામેલ હતા, ત્યારે તેઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કરતા પણ ધનવાન હતા પરંતુ સમય એ એવો વળાંક લીધો કે આજે આ બધા ઉદ્યોગપતિઓ કરોડપતિથી સીધા રોડપતિ થઈ ગયા છે. જો વાત આવા આરબપતિઓ અંગે કરીએ તો તે આ પ્રમાણે છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ વિજય માલ્યા નું છે આપણે સૌ આ વ્યક્તિ ને જાણીએ છિએ કારણ કે તેણે ભારતની 17 બેંકોના 9000 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા છે જણાવી દઈએ કે વિજય માલ્યા ‘કંગ ઓફ ગુડ ટાઈમ્સ’ના નામથી પણ જાણીતા હતા કારણ કે થોડા વર્ષો પહેલા સુધી તેઓ પાણીની જેમ પૈસા ખર્ચતા હતા, પરંતુ આજે તે પહેલા જે જીવન જીવતા હતા તે માટે તે તડપી રહ્યા છે. ભારત સરકારે માલ્યાને ભાગેડુ જાહેર કર્યા છે અને ભારતમાં સ્થિત તેની તમામ મિલકતોની હરાજી કરી છે. જણાવી દઈએ કે વર્ષ 2022માં વિજય માલ્યાની કુલ સંપત્તિ $1.2 બિલિયન છે, જેમાંથી તેણે $1 બિલિયનનું દેવું ચૂકવવાનું છે.

આ યાદી માં બીજું નામ અનિલ અંબાણી નું છે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં મુકેશ અંબાણી દેશ અને એશિયા ના સૌથી ધનિક વ્યક્તિ છે જોકે અનિલ અંબાણી 2008 સુધી વિશ્વના 8મા સૌથી અમીર વ્યક્તિ માં સ્થાન ધરાવતા હતા તે સમયે તેમની કુલ સંપત્તિ 42 અબજ ડોલર હતી. પરંતુ હવે 10 વર્ષ પહેલા સુધી અનિલ અંબાણી દરરોજ અબજો રૂપિયા કમાતા હતા તે હવે પાઇ પાઇ કમાવવા માટે પણ વલખા મારે છે. બેંકોને અબજોની લોન ન ચૂકવવાને કારણે તેણે પોતાને નાદાર જાહેર કર્યા છે. આજે અનિલ અંબાણીની કુલ સંપત્તિ શૂન્ય છે.

હવે જો વાત સુબ્રત રોય વિશે કરીએ તો જણાવી દઈએ કે એક સમય કે જ્યારે ત્તેઓ ભારતના સૌથી અમીર વ્યક્તિ હતા, પરંતુ આજે તેઓ કરોડપતિમાંથી સીધા રોડપતિ બની ગયા છે. સુબ્રત રોયની માલિકીના સહારા ગ્રુપ પર રોકાણકારોના કરોડો રૂપિયા ડુબવિ દેવાનો આરોપ છે સહારા ગ્રૂપે રોકાણકારોને કેટલાક પૈસા પરત કર્યા છે, પરંતુ હજુ પણ હજારો કરોડો રૂપિયા રોકાણકારોને પરત કરવાના બાકી છે. સુબ્રત રોય 10 વર્ષ પહેલા સુધી અબજોની સંપત્તિના માલિક હતા, પરંતુ આજે તેમની કુલ સંપત્તિ ઘટીને માત્ર 1.52 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ યાદી માં વધુ એક નામ એવા જ્ વ્યક્તિ નું છે કે જેણે દેશ ને કરોડો રૂપિયા નું નુકશાન કાર્ય છે આપણે અહીં ગુજરાતના હીરાના વેપારી અને PNB કૌભાંડમાં $2 બિલિયનનું કૌભાંડ કરનાર નીરવ મોદી વિશે વાત કરવાની છે કે જેણે પૈસા નો ગોટાળો કરી વર્ષ 2018થી ભારતમાંથી ફરાર છે. નીરવ મોદી હાલમાં યુકેના સાઉથ-વેસ્ટ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. વર્ષ 2017માં નીરવ મોદીની નેટવર્થ $1.8 બિલિયન હતી.

આગળ્નુ નામ્ નીરવ મોદી ની જેમજ PNB કૌભાંડમાં રૂ. 14,000 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા મેહુલ ચોક્સી નું છે કેજેને વર્ષ 2017થી એન્ટિગુઆની નાગરિકતા લીધી છે. તેઓ ગીતાંજલિ ગ્રુપના માલિક છે, જે ભારતમાં 4,000 સ્ટોર્સ ધરાવતી રિટેલ જ્વેલરી કંપની છે. જાણાવિ દઈએ કે વર્ષ 2018 સુધીમાં, મેહુલ ચોક્સીની નેટવર્થ $150 મિલિયનની નજીક હતી. કે જે હવે માત્ર $3 મિલિયન પર આવી ગઈ છે.

જો વાત લલિત મોદી અંગે કરીએ તો જણાવી દઈએ કે આઈપીએલ સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ કેસમાં બીસીસીઆઈ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ હેલાલિત મોદી 2010માં ભારતમાંથી ફરાર થઈ ગયો હતો. લલિત મોદી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના પ્રથમ પ્રમુખ અને કમિશનર હતા. તેણે વર્ષ 2008માં દેશ અને દુનિયા માં સૌથી લોકપ્રિય એવી IPLનો પાયો નાખ્યો હતો. તેણે વર્ષ 2010 સુધી આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. હાલમાં, તેમની કુલ સંપત્તિ માત્ર 5.41 મિલિયન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *