ના તો સાંભળી શકે ના તો બોલી શકે છતાં કરે છે મહેનત પતિ-પત્ની ની હિંમત અને મહેનત ને લોકો જોતા રહી ગયા, જુઓ વિડીયો.
આપણા જીવનમાં ક્યારેક એવા એવા લોકો સામે આવતા હોય છે કે જેને જોઈને આપણને પણ ખૂબ તેના પ્રત્યે લાગણી બંધાઈ જતી હોય છે. એટલે કે ક્યારેક એવા વ્યક્તિઓ ખોડ ખાપણ વાળા હોય છે કે જે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા હોય છે અને પોતાની ખોડ ખાપણને એક બાજુએ મૂકીને જીવનને આગળ ધપાવતા હોય છે. એવો જ એક વિડીયો એક પતિ પત્નીનો સામે આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક પતિ પત્ની એક પાણીપુરીની લારી ચલાવતા હોય છે. આ પતિ પત્નીને પહેલી નજર જોતા તો તેની ખોડ ખાપણ આપણને ખ્યાલ ન આવે પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે તેમ આપ પતિ પત્ની એક દિવ્યાંગ છે. એટલે કે તે નાતો સાંભળી શકે છે અને નાતો બોલી શકે છે. માત્ર ઈશારા થી બધાને સમજાવે છે.
પાણીપુરીની લારી ઉપર આવતા ગ્રાહકોને તે ઈશારા વડે બધી માહિતી સમજાવે છે અને માહિતી મેળવે છે અને સ્વાદિષ્ટ પાણીપુરી ગ્રાહકોને ખવડાવે છે. આપ સ્વીટ કપલ નો વિડીયો મહારાષ્ટ્રના નાસિક માં આવેલા એક વિસ્તારનો છે. જ્યારે કોઈ ગ્રાહક પાણી પુરી ખાવા આવે છે ત્યારે તેને ઈશારા વડે વાત કરે છે અને તેની માટે પાણીપુરી તૈયાર કરીને આપે છે.
આ વિડીયો નાસિકના અડગાવ નાકા પાસે આવેલી જાત્રા હોટલ ની બાજુમાં લગાવેલી પાણીપુરીની લારીઆ પતિ પત્ની ચલાવતા જોવા મળે છે. લોકો આ વિડીયો જોઈને આ પતિ પત્નીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવા છે કે જેને જીવનમાં કંઈ કરવું હોતું નથી અને બેઠા બેઠા પૈસા કમાવવા હોય છે પરંતુ આ દિવ્યાંગ પતિ-પત્નીનો વિડીયો જોઈને આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ. આ વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!