ચોરી કરવા આવેલાં ચોર સાથે જે થયું વિડીયો જોઈને તમે પણ વિચારશો હસવું કે ભાવુક થવું…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં નાના માં નાની જરૂરિયાત થી લઈને મોંઘી વસ્તુઓ સુધી દરેક વસ્તુઓ માટે પૈસા જરૂરી છે. આમ લોકો પોતાની પૈસાની જરૂરિયાત સંતોષવા માટે અનેક કામો કરે છે. પરંતુ અમુક ગુંડા તત્વો એવા પણ હોઈ છે. કે જેમને પૈસા માટે મહેનત કરવી પસંદ નથી પરંતુ તેઓ બીજા ના પૈસા પર નજર રાખે છે અને ચોરી કરે છે.
આપણે ચોરી ને લાગતા અનેક વિડીયો સોશ્યલ મીડિયા પર જોયા છે. જે પૈકી અમુક ઘણા જ ખતરનાક તો અમુક ઘણા ફની હોઈ છે કે જ્યાં ચોરને નિરાશ થઈ ને પાછુ જવું પડે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આવોજ એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો જોયા બાદ તમે પણ વિચારશો કે વિડીયો જોઈને હસવું કે ભાવુક થવું.
સૌ પ્રથમ જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો છે. તેવામાં બે બાઇક સવાર બદમાશો તે વ્યક્તિની નજીક આવ્યા. ત્યાર બાદ પાછળની સીટ પર બેઠેલો બદમાશ વ્યક્તિની નજીક પહોંચ્યો અને બંદૂક કાઢીને તેના તરફ કરી.
બંધુક જોઈને તે વ્યક્તિ ડરી ગયો અને તેણે તરત જ પોતાના બંને હાથ ઉંચા કર્યા. ત્યાર બાદ બદમાશ વ્યક્તિની ચોરી ના ઇરાદે તલાશી લે છે પરંતુ તેની પાસે કોઈ પણ પૈસો કે અન્ય વસ્તુ મળતી નથી જે બાદ ચોર નિરાશ થઈને પાછો ફરે છે. મજાની વાત એ છે કે બાઈક પર બેસીને જ્યારે બદમાશ પાછો જવા લાગ્યો ત્યારે તે વ્યક્તિ તેને બાય બાય પણ કહે છે. આ વિડીયો જોઈને વ્યક્તિ ચોર પર હશે છે અને અન્ય વ્યક્તિ ને જોઈને ભાવુક પણ થાય છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.