India

ગંગા નદી ના ગળાડૂબ પાણી ની વચ્ચે આ હાથી અને તેનો મહાવત ફસાયા..1-કિલોમીટર સુધી તરતા રહ્યા ત્યારબાદ…જુઓ વિડીયો.

Spread the love

અત્યારે ભારત ના મોટા ભાગ ના રાજ્યો માં વરસાદી માહોલ જામી ચુક્યો છે. એવામાં ઉત્તર ભારત ન પહાડી વિસ્તારો વરસાદ ના કારણે ખાસ એવા પ્રભાવિત જોઈ શકાય છે. પર્વતીય વિસ્તારો માં વરસાદ પડવાના કારણે ત્યાંની નદી ના સ્તર માં પણ અચાનક જ વધારો થતો હોય છે. ઉત્તર ના પર્વતીય રાજ્યો માં વરસાદ પડવાની સાથે ત્યાંથી પાણી વહેતુ વહેતુ ગંગા નદી માં આવી જતા ક્યારેક ગંગા નદી ના સ્તર માં વધારો થઇ જતો હોય છે.

બિહાર ના રાધોપુર માં પસાર થતી ગંગા નદી નો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક હાથી અને તેનો મહાવત અચાનક ગંગા નદી ના સ્તર માં વધારો થતા નદી ની વચ્ચે પાણી માં ફસાય ગયા હતા. મહામુસીબતે બંને બહાર કિનારે પહોંચ્યા હતા. ત્યાં ના લોકો એ જણાવ્યું કે, રાધોપુર ની મોટાભાગ ની વસ્તી છેલ્લા છ મહિનાથી નાવ થી નદી પાર કરતા આવ્યા છે. નાવ થી એક કિનારે થી બીજા કિનારે જાય છે.

એવામાં મંગળવારે એક રુતમપુર ના એક મહાવતે તેના હાથી ને જુઠકી ઘાટ જવા નદી માં ઉતાર્યો હતો. અચાનક જ ગંગા નદી ના પાણી ના સ્તર માં વધારો થવા લાગ્યો હતો. એટલે હાથી અને તેનો મહાવત બને નદી ની વચ્ચે પાણી માં ફસાય ગયા હતા. બને ગંગા નદી માં તરવા લાગ્યા હતા. મહાવત ફટાફટ પોતાના હાથી ના કાન પકડી ને હાથી પર સવાર થઇ ગયો હતો. લગભગ 1-કિલોમીટર સુધી નદી માં તરતા રહ્યા અને મહામુસીબતે હાથી અને મહાવત જૂઠકી ઘાટ પર પહોંચ્યા હતા…જુઓ વિડીયો.

લોકો એ કહ્યું કે, આ મહાવત પાસે ના તો કઈ ખાવાનું હતું કે ના તો તેની પાસે પૈસા હતા. વિડીયો જોઈ ને લોકો પણ ચોકી ઉઠ્યા. હાથી અને મહાવત બંને ને ભગવાન ની દયા થી મહામુસીબતે ગંગા નદી ના વહેણ માંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. વિડીયો માં જોઈ શકાય છે કે, હાથી પણ ક્યારેક ક્યારેક અંદર ચાલ્યો જતો હતો. ફરી પાછો તરીને બહાર આવી જતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *