India

આ છે પટૌડી પરિવાર ની શાન ! 800-કરોડ થી વધુ કિંમત ના નવાબી પેલેસ ની કલાકૃતિ જોઈ ને રહી જશે દંગ, જુઓ તસ્વીર.

Spread the love

બોલીવુડના અભિનેતા સેફ અલી ખાન તેના અંગત જીવનને લઈને ખાસ એવા ચર્ચાનો વિષય રહે છે. સેફલીખાને અમૃતા સિંહ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા જેના થકી તેને બે બાળકો છે અને ત્યારબાદ તેનાથી 10 વર્ષ નાની અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે લગ્ન કર્યા હતા. જેના થકી પણ તેને બે બાળકો છે. સેફઅલી ખાન માત્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં જ જાણીતા નથી પરંતુ સૈફ અલી ખાન પટોડી પરિવારના રજવાડા ના નવાબ છે. સેફઅલી ખાન પટોડી પરિવારના દસ માં નવાબ જાહેર કરવામાં આવેલા છે.

વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પટોડી રજવાડાના નવમાં નવાબ મનસુર અલી નું વર્ષ 2011માં નિધન થયું ત્યારબાદ સૈફ અલી ખાનની દસમા નવાબ જાહેર કરવામાં આવ્યા છે. તેમની સંપત્તિની વાત કરવામાં આવે તો સૈફ અલી ખાન ના નામે ૮૦૦ કરોડથી પણ વધુ કિંમતનું એક નવાબી પેલેસ છે. આ પેલેસ હરિયાણાના ગુરુગ્રામથી લગભગ 26 કિલોમીટર દૂર અરવલ્લીની પહાડીઓમાં આવેલો છે. 200 વર્ષ જૂનો આ પેલેસ 1900 ની સદીમાં રોબર્ટ રસેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

સૈફ અલી ખાન ના પિતા મનસૂર અલી ખાન પટોડીના અવસાન પછી સેફઅલી ખાનની માતા શર્મિલા ટાગોર તેની સંભાળ રાખે છે. આ પેલેસ 10 એકર જમીનમાં ફેલાયેલ છે. જેમાં 150 થી વધુ રૂમ છે. સાત ડ્રેસીંગ રૂમ અને ડાઇનિંગ રૂમ ઉપરાંત ડ્રોઈંગ રૂમ પણ છે. અહીં મહેલની દેખરેખ રાખવા માટે 150 થી વધુ નોકરો કામ કરે છે. આ આલીશન મહેલમાં ખૂબ જ સુંદર બગીચો આવેલો છે. ઉપરાંત તબેલા ગેરેજ અને રમતનું મેદાન પણ છે.

સૈફ અલી ખાન ઘણી વખત તેના પરિવાર સાથે અહીં સમય પસાર કરવા આવે છે. અહીં બોલીવુડની અનેક મુવી નું શૂટિંગ પણ કરવામાં આવેલું છે. જેમાં વીર-ઝારા, મંગલ પાંડે, ગાંધી માય ફાધર, મેરે બ્રધર કી દુલ્હન વગેરે જેવી અનેક મુવી નું શૂટિંગ અહીં થઈ ચૂકેલું છે. આ રજવાડું આખી દુનિયામાં પટોડી હાઉસ ના નામથી ઓળખાય છે. જ્યારે મનસુર અલી ખાનનું અવસાન થયું ત્યારે તેમને અને તેમના અનેક પૂર્વજોને આ મહેલની નજીકમાં જ દફનાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે. આમ સૈફ અલી ખાન પેલેસના માલિક પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *