આ વ્યક્તિ એ 9-વર્ષ ની દીકરી ને બનાવ્યો પોતાની હવસ નો શિકાર ! વાસી ઉતરાયણ ના દિવસે માતા-પિતા એ દીકરી ને અર્ધનગ્ન,
ગુજરાતમાંથી રોજબરોજ હત્યા, આત્મહત્યા, ચોરી, લૂંટફાટ, બળાત્કાર વગેરેના કિસ્સાઓ સામે આવતા હોય છે. ગત 15 જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે બોટાદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક નરાધમ વ્યક્તિએ નવ વર્ષની દીકરીનો શિકાર કર્યો હતો અને અંતે નવ વર્ષની દીકરીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
વધુ વિગતે વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં આવેલા ઢાંકણીયા રોડ પર આવેલી iti ના ખૂણા પાસે એક અવાવરું જગ્યા માંથી નવ વર્ષની દીકરીની લાશ મળી આવી હતી. 15 જાન્યુઆરી વાસી ઉતરાયણનો દિવસ હતો. સાંજે 9:00 વાગ્યા છતાં પોતાની દીકરીની કોઈ ભાળ મળતી ન હતી. આથી માતા-પિતા અને પાડોશીઓ દીકરીને શોધવા અલગ અલગ દિશામાં નીકળી ગયા હતા અને ઘણો સમય વીતી જવા છતાં પણ દીકરી મળતી ન હતી.
એવામાં માતા-પિતા શોધતા શોધતા આઈ.ટી.આઈ ના ખૂણા પાસે આવેલી એક અવાવરુ જગ્યાએ પહોંચ્યા જ્યાં માતા પિતાએ ટોર્ચ કરી તો એક નરાધમ વ્યક્તિ દોડતો દોડતો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. માતા-પિતાને શંકા જતા તે લોકો તે જગ્યા ઉપર ગયા તો ત્યાં તેની દીકરી અર્ધ નગ્ન હાલતમાં પડી હતી. દીકરીના કમરથી નીચેના કપડા ન હતા. હલનચલન પણ થતી ન હતી આથી માતા પિતાએ તરત પોલીસને જાણ કરી. પોલીસ અને માતા-પિતા દીકરીને હોસ્પિટલે લઈ ગયા.
પરંતુ ત્યાં સુધીમાં દીકરી મોતને ભેટી હતી. જાણવા મળ્યું કે આ માસુમ ૯ વર્ષની દીકરીનો પ્રાણ પંખેરુ ઉડાડી દેનાર બીજો કોઈ નહીં પરંતુ દીકરીના ઘરની બાજુમાં રહેતો રાજેશ ચૌહાણ નામનો વ્યક્તિ જ હતો કે જેને નવ વર્ષની માસુમને પોતાના હવસનો શિકાર બનાવ્યો હતો. દીકરી અવાજ ના કરે આથી તેને મોઢા ઉપર ડૂચો મારી દીધો હતો. આ બાબતે પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ચૂકી હતી.
આ બાબતે જ મૃતક દીકરીના દાદીએ પણ વાત કરી હતી અને પિતાએ પણ વાત કરી હતી. આ બાબતે બોટાદ ટાઉન ના પી.આઈ વીબી દેસાઈએ કહ્યું હતું કે આરોપી રાજેશ ચૌહાણ ટ્રક ક્લીનરનું કામ કરે છે અને તે ટ્રકમાં જ સૂઈ જાય છે. તેના લગ્ન હજી થયા ન હતા અને તેના ભાઈ સાથે રહે છે. વાસી ઉતરાયણના દિવસે મૃતક દીકરી એ સમયે ત્યાં પતંગ લૂંટવા ગઈ હતી ત્યારે આરોપીની દાનત તેના ઉપર બગડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચાર્ય હતું. તમામ પુરાવાઓ ભેગા કરીને એફએસએલમાં મોકલવામાં આવેલા છે. આ બાબતે ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય અને ઓલ ઇન્ડિયા યુવા દેવીપુજક મહામંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગર ઝાપડીયા એ પણ સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!