આ વ્યક્તિએ શેરડીના છોતલામાં એવી વસ્તુ બનાવીને વેચવાનું શરૂ કર્યું કે, આજે 300 કરોડની કંપની ઉભી કરી લીધી….
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની આવડત અને બુદ્ધિનો સદુઉપયોગ કરીને અનેક પ્રકારના વ્યવસાય શરૂ કરે છે. આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરીશું જેમણે વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આપણે જાણીએ છે કે, શેરડીમાંથી ગોળ બનાવ્યા પછી તેનાં વધતા અવશેષ વેડફાય છે. આ વેડફાયેલ કચરાનો એવી રીતે ઉપયોગ કર્યો કે જાણીને તમે પણ આશ્ચય પામી જશો.
અયોધ્યાના રહેવાસી વેદ કૃષ્ણે શેરડીના કચરામાંથી મોટા પાયે બાયોડિગ્રેડેબલ કપ, પ્લેટ, બાઉલ અને પેકેજિંગ સામગ્રી બનાવવાનું શરૂ કર્યું છે. ‘યશ પક્કા’ હેઠળ દર વર્ષે બે લાખ ટનથી વધુ શેરડીના કચરા પર પ્રક્રિયા કરી તેમને ઇકો ફ્રેન્ડલી બનાવે છે. તેમનો વ્યવસાય આજે ભારત અને ઈજિપ્ત અને મેક્સિકો જેવા દેશોમાં પણ ફેલાયેલો છે. તેમનું વાર્ષિક ટર્નઓવર લગભગ 300 કરોડની આસપાસ છે.
વેદના પિતા કેકે ઝુનઝુનવાલા બિઝનેસમેન હતા. તે પહેલા સુગર મિલ ચલાવતા હતા પણ મિલકતનો ભાગ પડતા જ મિલ જતી રહી એટલે વર્ષ 1981માં ‘યશ પક્કા’ શરૂ કરી.
તે સમયમાં તેમના પિતાએ શેરડીના કચરામાંથી કાર્ડબોર્ડ અને કાગળ બનાવવાનું શરૂ કર્યું. આ વ્યવસાયને આત્મનિર્ભર બનાવવા માટે, તેમણે 8.5 મેગાવોટનો પાવર પ્લાન્ટ પણ સ્થાપિત કર્યો હતો, જેમાં કોલસાને બદલે બાયોમાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વેદના પિતાની હાર્ટ સર્જરી થઈ અને બિઝનેસ નબળો પડતો ગયો. આ જોઈને લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાંથી એડવેન્ચર સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલા વેદે લંડનનું સુખી જીવન છોડીને પિતા પાસે પાછા ફરવાનું નક્કી કર્યું.વેદ એ વર્ષ 1999માં લંડનમાં અભ્યાસ પૂરો કર્યા પછી ભારત પરત ફરીને 3 વર્ષ સુધી કામ કર્યું. તે સમયે કંપનીનું ટર્નઓવર લગભગ 25 કરોડનું હતું અને વેદએ બિઝનેસને આગળ લઈ જવા માટે તે 85 કરોડનું રોકાણ કર્યું. અથાગ પરિશ્રમથી થોડા જ વર્ષોમાં તેમનો બિઝનેસ 117 કરોડનો થઈ ગયો.
2010 થી, દેશમાં પ્લાસ્ટિકના જોખમો વિશે ઘણી જાગૃતિ આવી છે. આ દરમિયાન, વેદને પણ સમજાયું કે તે શેરડીના બગાસમાંથી કાગળ બનાવી રહ્યા છે, તો શા માટે તેનો કાર્યક્ષેત્ર વધુ વિસ્તૃત ન કરવો.વેદે શેરડીના કચરામાંથી ફાઇબર કાઢવાનું અને પર્યાવરણને અનુકૂળ સામાન બનાવવાનું શરુ કર્યું.આમ 2017માં વેદે ‘ચક’ નામની નવી બ્રાન્ડને જન્મ આપ્યો. આ અંતર્ગત તે ફૂડ કૈરી, પેકેજિંગ મટિરિયલ અને ફૂડ સર્વિસ મટિરિયલ જેવી ત્રણ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે, જે પ્લાસ્ટિક અને થર્મોકોલનો સારો વિકલ્પ છે.
વેદ હાલમાં દરરોજ 300 ટનથી વધુ શેરડીના કચરા પર પ્રક્રિયા કરે છે.આજે તેમણે આ કંપનીમાં 1500 લોકોને રોજગારી પણ આપી છે.તેમના ગ્રાહકોમાં હલ્દીરામ, મેકડોનાલ્ડ્સ, ચાઈ પોઈન્ટ જેવી ઘણી ફૂડ કંપનીઓના નામ સામેલ છે. આ સિવાય તેમની પ્રોડક્ટ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે.