ઓસ્ટ્રેલિયા મા પટેલ નો આ દીકરો MUKHI (મુખી) નંબર પ્લેટ માટે ખર્ચે છે અધધ રૂપિયા. તેના દાદા કે જે..વાંચો શું છે કારણ?
આપણા ગુજરાતી લોકો એક વાત ના ખાસ શોખીન છે. આપણા ગુજરાત ના લોકો પોતાની ગાડી કે કાર મા પોતાની મનપસંદ ના નંબર જ સિલેક્ટ કરતા હોય છે. ખાસ તો કાર મા જો કોઈ એવો પસંદ નો નંબર જોઈતો હોય તો તેના માટે લાખો રૂપિયા આપવા પડતા હોય છે. પણ આપણા ગુજરાતીઓ પણ પાછા પડે તેમ નથી. તે લાખો રૂપિયા ખર્ચી ને નંબર લેતા હોય છે. એવો જ એક પટેલ નો દીકરો જે હાલ ઓસ્ટ્રેલિયા મા રહે છે. ઓસ્ટ્રેલિયા મા પણ તે ગાડી મા એવું લખાવે છે કે, જાણી ને ચોકી ઊઠશે.
ગુજરાત ના મૂળ અમરેલી જીલ્લા ના મંથન રાદડિયા કે જે કાર નો ખુબ જ શોખીન છે. તેણે અત્યાર સુધીમાં ૫-જેટલી લક્ષરીયસ કાર ફેરવી નાખી છે. તે ઓસ્ટ્રેલિયા મા MUKHI (મુખી) નામથી જાણીતો છે. કારણ કે , મંથન રાદડિયા એ આજસુધી જેટલી કાર ખરીદી છે તેમાં તેણે નંબર પ્લેટ મા MUKHI (મુખી) જ લખાવેલું છે. આ માટે તે લાખો રૂપિયા ચૂકવી ને નંબર લે છે. શા માટે તે MUKHI (મુખી) નામથી નંબર પ્લેટ રાખે છે તો તે બાબતે તેણે જણાવ્યું હતું.
મંથન રાદડિયા કહે છે કે, તેના દાદા લાલજીભાઈ રાદડિયા કે જે ગામના મુખી (વડા) હતા. ગામમાં તેમના દાદા નું ખુબ જ માન હતું. જયારે તેમના દાદા ગામ મા નીકળતા ત્યારે લોકો કહેતા મુખી નીકળ્યા છે. તેમના દાદા નો ગામમાં ખુબ જ માન-મર્યાદા હતી. આથી લોકો તેમના દાદા ને મુખી કહેતા હતા. આ બધી વાત તેમને તેમના ફઇ અને પિતા પાસેથી જાણવા મળી હતી. આથી મંથન કહે છે કે, દાદા ની યાદ મા તે તેની ગાડી મા MUKHI (મુખી) લખાવે છે. તે કહે છે કે તેના દાદા વર્ષ ૧૯૪૨-૧૯૭૭ સુધી ગામના મુખી રહ્યા હતા.
મંથને વર્ષ ૨૦૧૭ મા ધોરણ-૧૨ પૂરું કર્યું હતું. જે બાદ તે અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન મા ગયો હતો. જ્યાં તેણે હોટેલ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો. ત્યારબાદ ડીપ્લોમાં ઇન હોસ્પીતાલીટી કર્યું હતું. અને હાલ મા તે ઓસ્ટ્રેલિયા મા બીસનેસ કરે છે. જેમાં તે ભારત માંથી ગ્રોસરી ઓસ્ટ્રેલિયા મા હોલસેલ મંગાવે છે અને ત્યાં હોલસેલ વહેચે છે. જેમાં તે સારું કમાય છે. તેમના પિતા હાલ અમદાવાદ ના નિકોલ મા રહે છે. જે ઘી ના વેપારી છે. તેનો નાનો ભાઈ પણ અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જવાનો છે.
તે કહે છે કે, તેણે ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન મા એક હજાર ડોલર ખર્ચી ને MUKHI (મુખી) નંબર પ્લેટ લીધી હતી. તેણે ખરેદેલી કાર મા જીપ થી લઈને ઓડી પણ શામેલ છે. હવે તે કહે છે કે, તે વધુ એક કાર નો નંબર લેવાનો છે જેમાં તે ઓસ્ટ્રેલિયા ના બે હજાર ડોલર એટલે કે, ૧.૧૧-લાખ રૂપિયા ખર્ચીને નંબર પ્લેટ લેવાનો છે. તે કહે છે કે, ઓસ્ટ્રેલિયા મા રહેતા લોકો પણ તેને અ વાત પૂછે છે. તેને ઓસ્ટ્રેલિયા પણ લોકો MUKHI (મુખી) ના નામથી જ ઓળખે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!