India

અંબાણી પરિવારના ઘરે પધાર્યા આ ખાસ મહેમાન પધાર્યા, નિતા અંબાણી આરતી ઉતારીને કર્યું ભવ્ય રીતે સ્વાગત, જુઓ ખાસ તસવીરો

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભારતમાં અંબાણી પરિવારનું વર્ચસ્વ છે, હાલમાં જ ગણેશ ઉત્સવ દરમિયાન અંબાણી પરીવાર ચર્ચામાં આવેલ, ત્યારે ફરી એકવાર અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યું છે.

વાત જાણે એમ છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અને મુકેશ અંબાણીએ બુધવારે એન્ટિલિયામાં પરંપરાગત સ્વાગત સમારોહમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચનું સ્વાગત કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, મિસ્ટર બાચ 15-17 ઓક્ટોબર વચ્ચે યોજાનાર 141મા IOC સત્રમાં હાજરી આપવા મુંબઈમાં છે. શ્રીમતી નીતા અંબાણી અને શ્રી મુકેશ અંબાણીએ IOC પ્રમુખ થોમસ બાચનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને ઉષ્માભર્યું અને પરંપરાગત રીતે સ્વાગત કર્યું. નીતા અંબાણીએ આરતી કરીને અને તિલક લગાવીને બચનું સ્વાગત કર્યું હતું.

આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને તેઓ હિન્દુ રીતિ રિવાજોને અનુસરે છે, તેમજ આ જ કારણે તેમને આ રીતે ભવ્ય સ્વાગત કર્યું છે. તમને એ પણ જણાવી દઈએ કે. નીતા અંબાણી IOCની પ્રથમ ભારતીય ખાનગી મહિલા સભ્ય છે.

આઈઓસી સભ્ય તરીકે પસંદ થનારા પ્રથમ ભારતીય મહિલા, નીતા અંબાણીના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળે ફેબ્રુઆરી 2022માં બીઝિંગમાં 139માં આઈઓસી સત્રમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે બાદ મુંબઈને 99 ટકા સાથે પોતાની બોલી માટે જબરદસ્ત સમર્થન મળ્યું. મુંબઈ સત્ર ભારતીય રમત માટે એક ઐતિહાસિક ક્ષણ હશે અને ભારતને વૈશ્વિક ખેલ માનચિત્ર પર મજબૂતી સાથે સ્થાપિત કરશે.

ખેલ આયોજનના આયોજન, વિશ્વ સ્તરીય ટ્રેનિંગનું માળખું, પ્રતિભાનું પોષણ કરવા અને લાખો ભારતીય ખેલાડીઓના જીવનને સમૃદ્ધ બનાવશે તેમજ ભવિષ્યમાં યુવા ઓલંપિક અને ઓલંપિક ખેલોની મેજબાની ભારતની આકાંક્ષાઓની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *