આ સુરતીએ સૌરાષ્ટ્ર્રમાઁ આવેલ પોતાના વતનને બનાવ્યું ‘ગોલ્ડન વિલેજ’ ! સુવિધા અને સ્વછતા એવી કે… જુઓ તસવીરો
હવે આજના સમયની વાત કરીએ તો પહેલા કરતા લોકો વધારે જાગૃત અને એક્ટિવ બન્યા છે, તેમજ સ્વચ્છતાના વિષય પર પણ ઘણાં લોકો આજે ખુબજ કાળજીથી પોતાના ઘર, સોસાયટી, ગમ શહેર અને દેશને પણ સરી રીતે સ્વચ્છ રાખતા થયા છે તેમજ ઘણા ગામો પણ એવા છે કે જે શહેરો કરતા પણ સ્વચ્છ અને વિકાસ પામેલા જોવા મળી રહયા છે તમને તે ગમ વિશે જાણી 100% ગમશે. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો સુરત પટેલ સેવા સમાજના આગેવા અને વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઈ વેકરિયાએ. તેઓ મૂળ અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકાના રફાળા ગામના વતની છે. આમ સુરતમાં રહેતા એક વ્યક્તિએ પોતાના વતનમાં ‘ગોલ્ડન વિલેજ’નું નિર્માણ કર્યું છે. સુરત પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ અને વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઇ વેકરિયા મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા રફાળા ગામના વતની છે. તેમણે રફાળામાં ગેટ વે ઓફ ઈન્ડિયા, લાડલી ભવન, સરદાર ગેટ, ગાંધી ગેટનું નિર્માણ કર્યું છે.
તેમજ નામ અને પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહેવા માગતા સવજીભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે મારા પૂર્વજોની યાદમાં મારે કંઈક કરવું જોઈએ. તેવી ભાવનાથી અને ગ્રામજનોનો સહકાર હતો. તેથી શક્ય બન્યું છે. ખર્ચ કેટલો થયો તે નહીં પૂછો તો સારૂં. આમ સવજીભાઈ વેકરિયાએ 20 વર્ષ પહેલાં જોયેલું સપનું સાકાર કરવા રફાળા ગામ ને ગોલ્ડન વિલેજમાં ફેરવ્યું હતું, તે પણ કોઈ પ્રકાર ની સરકારની આર્થિક મદદ વિના વિકસાવ્યું છે.
તેમજ વાત કરીએ તો આ એવું ગામ છે જ્યાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ તો ખૂણે-ખૂણે દેખાય જ છે સાથે અહીં તમામ આધુનિક સુવિધાઓ પણ વિકસવવામાં આવી. ગામની વિશેષતા એ છે કે, ચારેબાજુ ચાર દરવાજા ફરતી કોટ મુખ્ય દરવાજાનું નામ અમર જવાન જ્યોતિ જે દિલ્હીના ગેટવે ઓફ ઈન્ડિયાની પ્રતિકૃતિ છે જે હિન્દુસ્તાનની સૈનાના પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે.
લાડલી ગેટ ગ્રામવિકાસ કે સબીજો લાડલી ગેટ ગામમાં જન્મેલી તમામ દીકરીઓને સમર્પિત છે. ત્રીજો ગાંધીગેટ છે. ચોથો સરદાર ગેટ. બધા જ દરવાજાઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ દરવાન, હાથી અને સ્ત્રીઓના સ્ટેચ્યુ છે. છ મહિનામાં તૈયાર કરેલા રફાળાનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબરે સરદાર જયંતિના દિવસે કથાકાર મોરારિબાપુના હસ્તે અનેક મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ગામના ચોકનું નામ ક્રાંતિ ચોક છે. જ્યાં ત્રિસિંહાકૃતિવાળું અશોક સ્થંભનું 40 ફૂટનું સ્ટેચ્યુ ચારેબાજુ કળશોને ક્રાંતિવીરોના નામ અપાયેલા છે. આખું ગામ સીસીટીવી કેમેરા અને વાઈફાઈથી સજ્જ કરવામાં આવ્યું. ગ્રામ પંચાયત કચેરીને ગ્રામ સંસદ ભવન નામ આપી દિલ્હીના સંસદ ભવનની નાની પ્રતિકૃતિ હોય તેમ આધુનિક ઢબે બનાવી.