Viral video

લગ્નમાં જમવા માટે આમંત્રણ વગર ધુસી ગયો આ યુવક જે બાદ વરરાજાએ કર્યું એવું કે તમે પણ ભાવુક થઇ જશો…જુઓ વિડીયો

Spread the love

આપણે ગુજરાતીઓ તો અનેકવાર ગમેતેના લગ્નમાં પહોંચીને જમી આવતા હોય છે. આપણે જાણીએ છે કે 3 ઇડિયટ્સ મુવીમાં પણ આવો સીન આવે છે કે પેટ ભરવા માટે બીજાના લગ્નમાં જમવા પહોંચી જાય છે અને પછી ત્રણેય ભાઈબંધો પકડાય જાય છે અને તેમનું અપમાન કરવામાં આવે છે. હાલમાં જ આવો એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.એક હોસ્ટેલનું વિધાર્થી જમવા ગયો અને પકડાય જતા તેની પાસેથી વાસણ સાફ કરાવ્યા.

આવો જ એક બનાવ હાલમાં બિહારમાં બન્યો છે. હોસ્ટેલમાં વિધાર્થીઓ અજાણ્યા વ્યક્તિનાં લગ્નમાં જમવા પહોંચી ગયા અને એક યુવક વરરાજા પાસે પહોંચી ગયો અને વરરાજાએ જે કર્યું એ જાણીને ચોકી જશે. લગ્નમાં જમતા પહેલા યુવજ વરરાજા પાસે ગયો હતો અને તેને પોતાની મજબૂરી જણાવી હતી. સોશિયલ મીડિયા પર બધા વરરાજાના વખાણ કરી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિડીયોમાં જોવા મળી રહેલા યુવકનું નામ આલોક છે, જે બિહારનો રહેવાસી છે.

આ વીડિયોમાં જોઈ શકો છો કે, યુવક કહે છે કે ” હું તમારા લગ્નમાં આવ્યો છું, પરંતુ મને નથી ખબર કે તમારું નામ શું છે? હું હોસ્ટેલમાં રહું છું. મને ભૂખ લાગી હતી. જમવાનું બનાવ્યું ન હતું. મેં જોયું કે, અહીં કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો હું અહીં ખાવા માટે આવી ગયો. તમને કોઈ વાંધો તો નથી ને?’ આ વાત સાંભળીને વરરાજો કહે છે કે, ‘કોઈ વાંધો નથી. તમે જમી લો અને હોસ્ટેલમાં બીજા છોકરાઓ માટે પણ ખાવાનું લઈ જજો.’

વરરાજો આ જવાબ સાંભળી તેના મિત્રો હસવા લાગે છે. પછી એ યુવક દુલ્હાને લગ્નની શુભેચ્છા આપી ત્યાંથી જતો રહે છે. આ વિડીયો ટ્વિટર યૂઝર @Indian__doctorએ શેર કર્યો આ વિડીયોના કેપશનમાં લખ્યું છે કે, આને માણસાઈ કહેવાય. એક યૂઝર્સે લખ્યું કે, દુનિયામાં ઘણા પ્રકારના લોકો છે. ખરેખર આ યુવાને જે કર્યું એ ખૂબ જ સરહાનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *