Categories
India

ફટાફટ જોઈલો આજનો સોના ચાંદી નો ભાવ આજે સોનાની વધતી કિંમત અટકી જ્યારે ચાંદી..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં દેશ અને દુનિયાની કેવી સ્થિતિ ચાલી રહી છે સમગ્ર વિશ્વમાં મોંઘવારીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આ મોંઘવારીનો માર ભારતની પ્રજાના ખિસ્સા પર પણ પડયો છે દિવસેને દિવસે વધી રહેલ પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો એ લોકોની હાલત ખરાબ કરી છે ત્યારે આ ભાવ વધારે લઈ લે સામાન્ય વ્યક્તિઓ માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે આ સમયે સૌ કોઈની નજર સોના અને ચાંદી જેવા મૂલ્યવાન ધાતુ પર છે

વર્તમાન સમયમાં સૌ કોઈ સોના અને ચાંદીની એક સુરક્ષિત રોકાણનું માધ્યમ ગણે છે અને તેમાં પોતાના નાણાં રોકવા ઈચ્છે છે દરેક વ્યક્તિની ઈચ્છા સોનું અને ચાંદી ખરીદવાની હોય છે પરંતુ લોકો રોજબરોજ વધતા સોના ચાંદીના ભાવથી અજાણ હોય છે તેવામાં આ અહેવાલમાં આપણે વર્તમાન સોના ચાંદીના ભાવો વિષે માહિતી મેળવશું.

સૌ પ્રથમ જો વાત પીળી ધાતુ અંગે કરિએ તો જણાવી દઈએ કે હાલમાં પીળી ધાતુ ની ચમક થોડી હળવી પડી છે અને આજે MCX પર સોનાના ભાવ માં આશરે 0.02 ટકા જેટલો નજિવો ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે હાલમાં સોના ની કિંમત પ્રતિ 10 ગ્રામ માટે 52867 રૂપિયા થઈ છે.

હવે જો વાત બીજી અમૂલ્ય ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો જાણાવિ દઈએ કે ચાંદી ના ભાવ માં થોડો વધારો જોવા મળ્યો છે. વર્તમાન સમય માં ચાંદી અગાઉ કરતા 0.12 મોંઘુ મળી રહ્યું છે જો વાત ચાંદી ના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે ચાંદી પ્રતિ કિલો માટે 68882 રૂપિયા થઈ છે.

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *