India

ટ્રાફિક ના ત્રાસ થી ત્રાહિમામ કન્યા એ એવું કર્યું કે જોઈ ને સરકી જશે તમારા પગ નીચે ની જમીન, જુઓ વિડીયો.

Spread the love

આપણા ભારતની વસ્તી કેટલી બધી છે કે તેની સ્થિતી આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ ત્યારે આપણે સમક્ષ પ્રસ્તુત થતી હોય છે. કારણ કે રોડ રસ્તા ઉપર એટલું બધું ટ્રાફિકજામ થયેલું હોય છે કે લોકો ટ્રાફિકમાં હેરાન પરેશાન થઈ જતા હોય છે. ક્યારેક લોકોને ઓફિસે જવામાં તો ક્યારેક બાળકોને શાળાએ જવામાં મોડું થઈ જતું હોય છે એટલું બધું ટ્રાફિક થઈ જતું હોય છે.

એવામાં પણ મેગાસિટીમાં ટ્રાફિક ના ત્રાસથી લોકોનું માથું દુખતું હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક કન્યા કે જેના લગ્નના દિવસે તેને લગ્ન મંડપ સુધી પહોંચવા માટે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. કન્યા મોટરમાં બેસીને લગ્ન મંડપ સુધી પહોંચવા નીકળી હતી. પરંતુ રસ્તામાં એટલો બધો ટ્રાફિક હતો કે ત્યારબાદ કન્યાને મેટ્રોમાં સવાર થઈને લગ્ન મંડપ સુધી પહોંચવાનો વારો આવ્યો હતો.

આ ઘટના બેંગ્લોર શહેરમાં બની હતી. જેમાં કન્યા લગ્નના કપડામાં જોવા મળે છે. કન્યાએ સોનાના ઘરેણા પણ પહેરેલા છે. ટ્રાફિકને કારણે કન્યાએ મોટરકારને છોડી દીધી હતી અને પોતે મેટ્રોમાં સવાર થઈ હતી. કન્યાને મેટ્રોમાં સવાર થઈ જોઈ આજુબાજુના અન્ય પેસેન્જર પણ અસમંજસ માં પડી ગયા હતા. પરંતુ વીડિયોમાં જોવા મળે છે તેમ કન્યા બિન્દાસ રીતે મુસાફરી કરી રહી છે થોડી વાર બાદ કન્યા લગ્ન મંડપમાં પહોંચી જાય છે.

ત્યારબાદ પરિવારના સભ્યો અને મિત્રો સાથે તસવીરો પણ ખેંચાવે છે અને લગ્ન મંડપમાં બેસી જાય છે. આ વીડિયોને જોયા બાદ લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયો ક્લિપને લાખો લોકોએ જોઈ લીધો છે. આ વીડિયો 16 જાન્યુઆરીએ ટ્વિટર હેન્ડલ @ForeverBLRU પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- ભારે ટ્રાફિકમાં ફસાયા બાદ દુલ્હન પોતાની કાર છોડીને લગ્ન સમારોહ પહેલા વેડિંગ હોલ પહોંચવા માટે મેટ્રો પકડી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *