રોંગ સાઈડ માં આવી રહેલ રિક્ષાના કારણે સર્જાયો ત્રિપલ અકસ્માત જેમાં બાઈક સવાર બંને યુવકો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી અકસ્માત ને લાગતા બનાવ માં ઘણો જ નોંધ પાત્ર વધારો થઈ રહ્યો છે. દેશ અને રાજ્યમાં લગભગ દરરોજ અનેક સ્થળો પર અકસ્માત સર્જાય છે. આવા અકસ્માત ને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. આપણે સૌ જાણીએ છિએ કે અકસ્માત ના કારણે ઘણું જાન માલ ને નુક્શાન થાય છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશમાં વાહનો ની સંખ્યા માં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં સરકાર દ્વારા રસ્તા પર થતાં અકસ્માત ને ઘટાડવા માટે અને સુરક્ષિત રીતે વાહન વ્યવહાર થઈ શકે તે માટે અમુક નિયમ બનાવવા માં આવ્યા છે પરંતુ ઘણા લોકો સરકાર દ્વારા બનાવવામાં આવેલા આવા નીયમો નું પાલન કરતા નથી જે અકસ્માત નું મૂળ કારણ માનવામાં આવે છે.
હાલમાં અકસ્માત ને લઈને આવો જ એક ગંભીર બનાવ સામે આવી રહ્યો છે કે જ્યાં રોંગ સાઈડ માં આવી રહેલ રિક્ષા ટેમ્પો ના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ડીસા ગાયત્રી મંદિર પાસે આવેલ યુકો બેંક પાસે સર્જાયો છે. અહીં ટ્રાફિક ના નિયમો પાલન ન્ કરવાથી અકસ્માત સર્જાયો છે.
જણાવી દઈએ કે આ વિસ્તારમાં એક રિક્ષા ટેમ્પો રોંગ સાઈડ માં આવી રહ્યો હતો કે જેણે સામેથી આવી રહેલ બાઈક ને ટક્કર મારી અકસ્માત ના કારણે બંને બાઈક સવાર રસ્તા પર પટકાયા તે સમયે પાછળ થી આવી રહેલ ટ્રક નું ટાયર એક વ્યક્તિ પર ચડી ગયું અને બંને બાઈક સવાર ને ગંભીર ઈજા થઈ જે પૈકી એક નું મોત થયું.
જો વાત બાઈક પર સવાર લોકો અંગે કરીએ તો તે પૈકી એક વ્યક્તિ નું નામ નેમારામ દિપારામ જાટ છે કે જેમનું મૃત્યુ થયું છે જયારે અન્ય વ્યક્તિ નું નામ મંગલ ભાઈ ખેગાર ભાઈ રબારી છે કે જેમને ગંભીર ઈજા થતાં હોસ્પીટલ લઇ જવામાં આવ્યા છે. જણાવી દઈએ કે બંને યુવક રાજસ્થાન ના હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી.