તુનિશા ના કાકા એ કર્યો મોટો ખુલાસો ! મારી સાથે વિશ્વાસઘાત થયો તુનિશા ના કાકા ને તુનિશા એ જણાવેલ વાત કહ્યું કે,
ટીવી સીરીયલ ઇન્ડસ્ટ્રી ને શનિવારના રોજ એક મોટો ઝટકો લાગ્યો છે. 20 વર્ષની તુનિશા એ શનિવારના રોજ આત્મહત્યા કરી લીધી હતી. મ્યુઝિક વીડિયો શૂટ કરવાની હતી તે પહેલા તેના સેટ ઉપર તેનો મૃતદેહ ફાંસીએ લટકતો મળી આવ્યો હતો. આ બનાવ બાદ તેના કોસ્ટાર સિઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે.
આ બાબતે એસીપી ચંદ્રકાંત જાદવે વધુ માહિતી આપી હતી અને કહ્યું હતું કે પ્રાથમિક અહેવાલમાં મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવા નું સામે આવી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં એસીપી ચંદ્રકાંત જાદવે જણાવ્યું કે તેને આ પગલું તેના બ્રેકઅપ થઈ ગયા બાદ ભર્યું હતું. આ કેસને આત્મહત્યા અને હત્યા બંને એંગલથી તપાસવામાં આવી રહ્યો છે. તુંનિશા ની માતાએ જે ફરિયાદ નોંધાવી હતી તેના દ્વારા સિજાન મોહમ્મદ ખાનની ધરપકડ કરવામાં આવી છે.
આ બાબતે તુનિશાના કાકા પવને વધુ વિગતે માહિતી આપી હતી તેને કહ્યું હતું કે બંનેનું બ્રેકઅપ 15 દિવસ પહેલા થયું હતું. તુનિશા એ 15 દિવસ અગાઉ તેના કાકા સાથે વાત કરી હતી. તેના કાકા પવન એ જણાવ્યું હતું કે તુંનિશા અને સીજાન વચ્ચે ઘણા સમયથી અણ બનાવ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે શું મેટર હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
તેના કાકાએ કહ્યું કે સીજાને તેની સાથે વિશ્વાસઘાત કર્યો તેટલું જ જાણવા મળેલું છે. વધુમાં જણાવ્યું કે તેઓ બંને હજુ લગ્ન કરવા માંગતા ન હતા અને ટેલીફોનિક વાત પરથી જાણવા મળ્યું કે સીઝન ખાન અન્ય યુવતી સાથે સંબંધ બાંધી રહ્યો હતો તે વાતને લઈને તુનિશા ખુબ પરેશાન થઈ રહી હતી. તેના કાકાએ જણાવ્યું કે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. તે લોકોને જો ન્યાય નહીં મળે તો તેઓ cbi માં તપાસ કરાવશે તેવી માહિતી આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!