બે સગા ભાઈઓએ જુગાડથી બનાવી મીની ઇલેક્ટ્રિક થાર ! ખાસિયતો જાણી વખાણ કરતા થાકી જશો…માત્ર 3 કલાકના ચાર્જ માં આટલા કિમી..
મિત્રો તમને ખબર જ હશે કે આ દુનિયામાં દરેક વ્યક્તિના ઘણા સપના હોય છે જેને તે પૂરા કરવા માંગે છે પરંતુ ખખરાબ આર્થિક સ્થિતિના કારણે તે તેને પૂરા કરી શકતા નથી. આવી સ્થિતિમાં, આપણા દેશના લોકો હિંમત હારતા નથી અને જુગાડ ટેક્નોલોજીની મદદથી તે સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવે છે. આવી જ એક સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે લોકોના દિલ જીતી રહી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ચિનહાટમાં રહેતા બે ભાઈઓની એક કહાની સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે
મળતી માહિતી પ્રમાણે બંનેએ પોતાના ઘરમાં પણ કાર રાખવાનું સપનું જોયું હતું. પરંતુ આર્થિક સંકડામણના કારણે તેમનું સપનું પૂરું થઈ શક્યું નહીં. આવી સ્થિતિમાં તે ભાઈઓએ ધીરજ રાખી જુગાડનો ઉપયોગ કરીને મીની ઇલેક્ટ્રિક થાર બનાવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે બે ભાઈઓના નામ મોહમ્મદ સિરાજ અને સુફિયાન ખાન છે અને તે બંને સાથે મળીને ઈ-રિક્ષા સર્વિસની નાની દુકાન ચલાવે છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો શાકભાજી વેચવાનું કામ કરે છે અને આ રીતે આ કમાણીથી તેમના પરિવારનું ભરણપોષણ થાય છે. આવી સ્થિતિમાં ભાઈઓનું કાર ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું ન હતું.
જો કે તેણે પોતાનું સપનું પૂરું કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. તેમની મહેનત રંગ લાવી અને તેમણે ઈ-રિક્ષાના મોટાભાગના ભાગોનો ઉપયોગ કરીને એક કાર જાતે બનાવી અને તેનું નામ મિની થાર રાખ્યું. તે થાર જેવું જ દેખાય છે પરંતુ કદમાં થોડું નાનું છે. જુગાડ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ મીની થારને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો જ્યારે તેને બનાવવામાં 2 લાખ 20 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.
આ કાર વિશે તેમણે જણાવ્યું કે તેમના દ્વારા નિર્મિત મિની થાર 3 કલાકના સિંગલ ચાર્જમાં 120 કિમીની માઈલેજ આપે છે. મોહમ્મદ સિરાજ અને સુફીયાન ખાને મિની થાર પર લાઇટ લગાવી છે અને મ્યુઝિક સિસ્ટમ પણ લગાવી છે જેથી તેઓ પ્રવાસ દરમિયાન સંગીતનો આનંદ માણી શકે. હાલમાં, તેણે આ કાર પોતાના ઉપયોગ માટે બનાવી છે, પરંતુ તે કહે છે કે જો કોઈ મિની થારનો ઓર્ડર આપશે, તો તે તેના માટે પણ બનાવશે.