ટ્રક-રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત માં બે શિક્ષિકા સહિત ડ્રાયવર નું મોત ! રીક્ષા ચાલક ના ભાઈ-બહેન ના પાંચ દિવસ બાદ, જાણો.
રોજબરોજ અકસ્માત થવાના અનેક બનાવો સામે આવતા હોય છે. અકસ્માત થતાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. આજ સવારના રોજ ભાવનગર શહેરના મહુવા સોમનાથ હાઇવે ઉપર એક ટ્રક અને એક રીક્ષા ધડાકા ભેર અથડાતા ત્રણ લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો મહુવા સોમનાથ નેશનલ હાઇવે ઉપર ઉમણીયાવદર ગામની ચોકડી પાસે સવારના સમયે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
રીક્ષા ચાલક સહિત તેમાં બેસેલ બે મહિલાના દર્દનાક મોત નીપજ્યા હતા. જાણવા મળ્યું કે રીક્ષા ચાલક ના ભાઈ તથા બહેનના પાંચ દિવસ પછી લગ્ન થવાના હતા. એવામાં આવો બનાવ બની ગયો હતો. ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. પોલીસ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ અને હોસ્પિટલે ખસેડ્યા હતા પરંતુ સારવાર દરમ્યાન બે મહિલા અને એ રીક્ષા ચાલકનું મોત થયું હતું.
તમામને હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં રીક્ષા ચાલક સોહીલ સલીમભાઈ મહીડા તથા રિક્ષામાં બેસેલ પેસેન્જર બે શિક્ષિકા જીજ્ઞાબેન જવાહરભાઈ ધામી અને આરજુબેન સાહિલભાઈ જલાલી આ ત્રણેયના ટૂંકી સારવાર દરમિયાન મોત થયા હતા. જેમાં શિક્ષિકા જીજ્ઞાબેન ધામી કે જેવો જૈન સમાજના અગ્રણી અને મહુવાની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જવાહરભાઈ ધામીની પુત્રી હતા.
ત્રણેય પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. આમ સવાર સવારમાં આ આખી ઘટના બનતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષા નો કુરચે કુર્ચા બોલી ગયો હતો. રિક્ષા નં GJ 14 Y 1964 ધડાકાભેર ટ્રક નં. DD 01 K 9558 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!