Religious

ઊંચા કોટડામાં હાજરા હજુર બિરાજમાન છે આ માતાજી!મંદિર એટલું સુંદર કે સાવ નજીક જ પડે છે દરિયો, ઇતિહાસ છે ખુબ અનેરો…

Spread the love

ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના મહુવા તાલુકામાં આવેલું ઊંચા કોટડા ધામ ચામુંડા માતાજીનું એક પૌરાણિક સ્થળ છે. આ ધામ દરિયાકિનારાની ભેખડો પર આવેલું છે. ઊંચા કોટડા ધામ ભક્તો માટે એક પ્રખ્યાત યાત્રાધામ છે. આ મંદિરો સાથે એક પૌરાણિક કથા જોડાયેલ છે, ચાલો અમે આપને આ દિવ્ય ઇતિહાસ વિષે જણાવીએ.

ચોટીલામાં બિરાજમાન ચાંમુડાની જેમ જ ઊંચા કોટડામાં બિરાજમાન ચામુંડામાંનો પણ અનેરો મહિમા છે, આ મંદિર સાથે કાળિયાભીલનો ઇતિહાસ જોડાયેલ છે. પૌરાણિક કથા અનુઅસાર મારવાડમાં એક વખત દુષ્કાળ પડ્યો ત્યારે ભક્ત જસા ભીલે માતાજીને પ્રાર્થના કરી, માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તારી પત્નીને ઢોર લઈને કાઠિયાવાડ જાવ અને તારી આ કાળી ગાય જ્યાં પગનો ઈશારો કરશે ત્યાં જ નિવાસ કરજે, ત્યાં મારો વાસ હશે.

જસા ભીલના ઘરે માતાજીના આશીર્વાદથી પુત્ર રત્ન પ્રાપ્ત થયેલ. જેનું નામ કાળિયો ભીલ રાખવામાં આવ્યું હતું. કુળદેવી ચામુંડા માતાજી પોતે આવીને કાળિયા ભીલને લઈ જાય છે. અને હમીરને આહીરની આંગણે ઉછેર થાય છે..કહેવાય છે કે, વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતું તેવી માન્યતા છે.

કાળીયા ભીલ દરિયામા વહાણ લુંટતો. વહાણ લુંટવા જતા ૫હેલા માતાજીની રજા લઈ ને જતો હતો. આજ ની તારીખેમાં ઉંચા કોટડામાં કાળીયા ભીલની કોઠીઓ મોજુદ જોવા મળે છે. ખરેખર ઉંચા કોટડાના ચામુંડાની કૃપા દ્રષ્ટિ આજે પણ આ પાવન સ્થાન પર છે, તેમજ આજના યુગમાં પણ અનેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *