જો તમારાં ઘરમાં પણ છે ટાઇલ્સ તો યુક્રેન તમારાં ઘરમાં ઘૂસી ગયું છે જાણો કઈ રીતે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જ્યારથી રશિયા ના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલા ની વાત કહી છે ત્યારથી ફક્ત યુક્રેન જ નહીં પરંતુ આખું વિશ્વ ડરી ગયું છે. અને લોકો માં યુદ્ધ ને લઈને ઘણી વાતો થઇ રહી છે લોકો આ યુદ્ધ ને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત માની રહ્યા છે. અને લોકો નો ડર પરમાણુ યુદ્ધ ને લઈને પણ જોવા મળે છે.
તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં રશિયા યુક્રેન પર હુમલાવર છે અને લગભગ અડધા યુક્રેન માં રશિયા ની સેના ઘૂસી ગઈ છે અને એક પછી એક યુક્રેન ની જમીન પર કબજો જમાવી રહી છે. તેવામાં આ યુધ્ધ ની અસર હવે વિશ્વ વ્યપાર પર થવા ની છે અને તેમાં પણ સૌથી વધુ અસર ભારત ને પણ થશે.
જણાવી દઈએ કે યુક્રેન માંથી વીશીષ્ટ લીસી અને ચમકદાર માટી નીકળે છે. આ માટી નો ઉપયોગ ટાઇલ્સ બનાવા માટે થાય છે કે જેના કારખાના મોરબી માં આવેલા છે માટે આ યુધ્ધની અસર ભારતીય ટાઇલ્સ ઉદ્યોગ પર પણ થવાની છે.
જો વાત યુક્રેન ની માટી અંગે કરીએ તો જણાવી દઈએ કે આ માટી ઘણી સફેદ ચમક આપે છે. જણાવી દઈએ કે જેવા કુદરતી પાર્ટિકલ્સ ઈટલીના મારબલમાં છે તેવા જ તત્વ યુક્રેનની માટીમાં પણ જોવા મળે છે. યુક્રેનમાં માટીની અનેક ખાણો છે. આ માટી લીસી અને મજબૂત હોઈ છે. માટે જ સિરામિકની વસ્તુઓ માં આ માટી જરૂરી છે. માટે જ યુક્રેન ની માટીમાં થી બનેલી ટાઈલ્સ દેખાવમાં આકર્ષેક અને મજબૂત હોય છે.
જો કે આ ટાઇલ્સ ઉદ્યોગ માં ભારતે પણ ઝમ્પલાવ્યુ હતું અને મોરબી માં ટાઇલ્સ ના કારખાના પણ ધમધમતા હતા અને જહાજો ભરીને યુક્રેન થી માટી મંગાવ્વામા આવતી હતી જેના પરંતુ સમય ની સાથે આ માટી ઘણી મોંઘી થઈ ગઈ માટે હાલમાં ફક્ત મોટી અને ઈન્ટરનેશનલ મારકેટમાં પોતાનો પગ જમાવીને બેઠેલી કંપનીઓ જ હવે યુક્રેનની માટી મંગાવે છે.
જો કે મોરબી નો યુક્રેન સાથે નો સંબંધ સંપૂર્ણ પૂરો થયો એવું નથી યુક્રેન ની માટી ભારત ને મોંઘી પડતાં તેના વિકલ્પો શોધવા પડ્યા અને હાલમાં રાજસ્થાનથી મળતી માટી નો ઉપયોગ ટાઇલ્સ બનાવા માટે થાય છે જોકે ઉચી ગુણવતા મેળવવા માટે આજે પણ યુક્રેનથી માટી મંગાવવામા આવે છે જો કે હાલમાં ચાલી રહેલા યુધ્ધની અસર મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ થશે.