આદિવાસી સમાજ ની અનોખી પરમ્પરા. ભાઈ ને બદલે તેની બહેન ફરે છે ફેરા. જાણો વધુ વિગતે.
આજે વિશ્વ ચંદ્ર પર પહોંચી ગયું છે તો પણ ભારત માં કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાંના લોકો અમુક માન્યતાઓ ને વળગી રહે છે. ગુજરાત માં પણ એવા કેટલાક ગામડાઓ છે કે તેમાં અનેક પરમ્પરા કે માન્યતાઓ જોવા મળે છે. કેટલાકે લોકો લગ્ન પ્રસંગે પણ એવી અનેક માન્યતાઓ ને વળગી રહે છે તમે પણ સાંભળીને ચોકી ઉઠસો કે આવી પરંપરા. એવો જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ગુજરાત ના છોટાઉદેપુર માં થતા લગ્ન ની પરમ્પરા નો છે. ત્યાં કેવી રીતે લગ્ન કરવામાં આવે છે તે જાણી ને તમને પણ નવાઈ લાગશો. આ ગામ મધ્યપ્રદેશ ની અડીને આવેલું છે.
ગુજરાત ના છોટાઉદેપુર જિલ્લા ના ત્રણ ગામો અંબાલા, સૂરખેડા અને સનેડા ગામમાં સદીઓથી લગ્ન માં એક પરમ્પરા ચાલતી આવે છે. તે પરમ્પરા જાણી ને તમે પણ ચોકી ઉઠશો. આ ત્રણ ગામમાં જયારે લગ્ન હોય ત્યારે વરરાજો જાન લઈને કન્યા ને પરણવા માટે જય શકતો નથી. કે કન્યા વરરાજાને પરણવા માટે આવી શક્તિ નથી. શું છે તો લગ્ન ની વિધિ? આ જયારે કોઈ વરરાજા ના લગ્ન હોય તે દરમિયાન વરરાજા ની બહેન જાન લઈને જે કન્યા સાથે લગ્ન કરે છે તેની સાથે ફેરા ફરવા માટે જાય છે અને ત્યારબાદ તે કન્યા સાથે વરરાજા ની બહેન ફેરા ફરે છે. બાદ માં કન્યા જયારે ફેરા ફરીને ગામમાં આવે છે પછી ગામના પાદરે વર અને કન્યા ના ફેરા લેવામાં આવે છે.
ગામના લોકો મી માન્યતા એવી છે કે આ ગામના ગ્રામદેવતા કુંવારા હોવાથી આ ગામમાં કોઈ જાણ લઈને આવી શકતું નથી. ગામના ગ્રામદેવતા ભરમાદેવ કુંવારા હોવાથી આવી પ્રથા ને અનુસરવામાં આવે છે. જે કોઈ આ પરમ્પરા ને બદલવાનો પ્રયત્ન કરે તેનું કોઈ ને કોઈ કારણોસર મૃત્યુ થઇ જતું હોય છે. વધુમાં જાણવા મળ્યું કે આ જ ગામના ત્રણ યુવાનો એ આ પરમ્પરા ને બદલવાનો પ્રયાસ કર્યો હતો બાદ માં તેના કોઈને કોઈ કારણોસર મ્ર્ત્યુ થયા હતા. તેવું અનસિંગભાઇ રાઠવા કહે છે. વધુ માં અનસિંગભાઇ રાઠવા તરફથી જાણવા મળ્યું કે લગ્ન પ્રસંગે વરવધૂ સિવાયના તમામ વસ્ત્રો પણ સાવ સાદા હોય છે. સ્ત્રીઓ બાંયે ભોરિયું, ગળામાં હાંસડી, પગમાં કલ્લા (કડલા), ટાગલી, કાંડામાં કરોન્ડી નામના ચાંદીના આભૂષણો પહેરે છે.
કન્યાપક્ષ હોય કે વર પક્ષ, સૌ ‘ઝીરો ફેટ’ કદકાઠી ધરાવતા હોય છે. આ પ્રકૃત્તિનું વરદાન છે. હવે ડીજેનો બહુધા ઉપયોગ થાય છે તો પણ શરણાઇ અને ઢોલ તો રાખવાના જ અને મન ભરીને નાચવાનું ! ભોજન પણ સાદુ પણ એક મિષ્ટાન્ન જરૂર હોય. આદિવાસી બોલીમાં લગ્નગીતો આખી રાત ગવાય છે. વિશેષ વાત એ છે કે, કન્યા પક્ષે ગવાતા ગીતોમાં એક ગીત પુરૂ થાય એટલે વચમાં પોક મૂકીને રડવામાં આવે છે. કન્યાવિદાયનો પ્રસંગ હોય એ રીતે. આ ગામના હરિસિંહ રાયસિંહ રાઠવા ના પુત્ર નરેશ ના લગ્ન વજલિયાભાઈ રાઠવા ની પુત્રી લીલા સાથ હોય તેના બહેન અસલી તડેવલા પોતાના ભાઇ નરેશની જાન લઇ આવ્યા બાદ તેને વધાવવાની, કન્યાને ચુંદડી ઓઢાડવાની સહિતની વિધિ કરે છે.
ગામના પટેલ કે પૂજારી આ વિધિ કરાવે છે. બાદમાં બહેન જ અગ્નિ સાક્ષીએ કન્યા સાથે ફેરા ફરે છે. બંને વાંસના કરંડિયાથી બનેલી પાટી લઇ આવે છે. જેમાં ચોખા અને લગ્નને લગતી બીજી સામગ્રી હોય છે. તે દરમિયાન વરરાજા ઘરે જ રહે છે. સામાન્ય રીતે એક વખત લગ્ન નક્કી થયા બાદ વરરાજા ઘરની બહાર નીકળતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!