India

UP- ભયંકર અકસ્માત ! સપા ના નેતાની કાર ને ટ્રકે મારી ભયંકર ટક્કર..નેતા એ કહ્યું મને મારવાનું કાવતરું..જુઓ વિડીયો.

Spread the love

રોબરોજ અકસ્માત થવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. રોજબરોજ રસ્તા ઉપર અનેક અકસ્માતો થતા હોય છે. અને એમાં અનેક લોકોના જીવો જતા હોય છે. હાલ ઉત્તર પ્રદેશના મૌનપૂરી વિસ્તારમાંથી એક હચમચાવતો એકસીડન્ટ નો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં એક ટ્રક ચાલકે એક કારને ભયંકર રીતે ટક્કર મારી હતી. અને 700 મીટર સુધી તેને ઘસેડી હતી. લોકો કારચાલકને બચાવવા તેમની પાછળ દોડતા રહ્યા.

પરંતુ ટ્રકચાલકની ટક્કર એટલી ભયંકર હતી કે, તે ટ્રકને લગભગ 700 મીટર સુધી ઘસડી ને દૂર લઇ ગયો હતો. વધુ વિગતે જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશના મૌનપુરી ના સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્રસિંહ યાદવની આ કાર હતી. જેને દેવેન્દ્રસિંહ યાદવ એ ઘાતકી હુમલો ગણાવ્યો હતો. સદનસીબે દેવેન્દ્રસિંહ યાદવ નો જીવ બચી ગયો હતો. દેવેન્દ્રસિંહ યાદવ એ આ ઘટના બાબતે જણાવ્યું હતું કે હું એસપી ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો..જુઓ વિડીયો.

ભદાવર ઘર પાસે પાછળથી એક ટ્રક ફુલ સ્પીડે આવી. અને મને ક્યારે અડફેટે લઈ લીધો તે ખ્યાલ જ ના રહ્યો. મારી કારને ટક્કર મારતા મારતા તે લગભગ 500 મીટરથી પણ વધુ અંતર કાપીને દૂર લઈ ગયો હતો. મારી કાર પલટી મારી ગઈ. ટ્રક ડ્રાઇવર એ કારને બે વખત ટક્કર મારી હતી. તેવું દેવેન્દ્રસિંહ યાદવ એ જણાવ્યું હતું. દેવેન્દ્રસિંહ યાદવ એ જણાવ્યું કે મને મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં કોઈનો હાથ હોય તેવું લાગી રહ્યું છે.

પોલીસે આ બાબતે કાર્યવાહી કરતાં જણાવ્યું હતું કે ટ્રક ને જપ્ત કરવામાં આવી છે. અને ટ્રક ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરનું નામ વિનય યાદવ જાણવા મળ્યું હતું. ટ્રક ડ્રાઇવર ઈટાવાના ચૌબીયા નો રહેવાસી હતો. જાણવા મળ્યું કે દેવેન્દ્રસિંહ યાદવ એસપી ઓફિસથી પોતાના નિવાસ્થાન કરહાલ રોડ પર જઈ રહ્યા હતા. ભયંકર રીતે કારને ટ્રકે ટક્કર માર્યા બાદ દેવેન્દ્રસિંહ યાદવ પ્રમુખને સલામત રીતે લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. અને ટ્રક ચાલકને સ્થળ પર જ પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આ બાબતે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધ હતી અને તેને કસ્ટડીમાં લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *