વડોદરા- એકસાથે 40,000 ખેલૈયાઓ રંગબેરંગી કપડા પહેરી અતુલ પુરોહિત ના ગરબા ગીત પર મન મૂકી ને ઝૂમ્યા, જુઓ ફોટા.
આપણા ગુજરાતમાં હાલ નવરાત્રીનો ઉત્સવ પુરજોશ માં ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આખા વિશ્વમાં કોરોના કાળ ચાલી રહ્યો હતો. જેના લીધે ભારતમાં પણ નવરાત્રીનું આયોજન શક્ય બન્યું ન હતું અને ગુજરાતવાસીઓ બે વર્ષથી નવરાત્રીના ગરબા રમી શકતા ન હતા. એવામાં આ વર્ષે ગુજરાતવાસીઓની આતુરતાનો અંત આવ્યો અને ગુજરાતવાસીઓ ખૂબ જ ઉત્સાહથી ગરબા રમી રહ્યા છે.
આખુ ગુજરાત આજે ગરબાથી તરબતોળ થઇ ગયું છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. ઠેર ઠેર થી અનેક ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર શેર થતા હોય છે. માતાજીની પૂજા, અર્ચના કર્યા બાદ ધૂમધામપૂર્વક ઉત્સાહપૂર્વક ગરબા રમતા હોય છે. એવામાં વડોદરા શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડા ના ગરબા ગ્રાઉન્ડમાં એકસાથે 40,000 ખેલૈયાઓ ગરબે ઘુમીયા હતા.
પ્રખ્યાત ગાયક કલાકાર એવા અતુલ પુરોહિતના તારા વિના શ્યામ મને એકલડું લાગે ના ગરબા ના ગીત ઉપર ખેલૈયાઓને ગરબે રમતા જોઈને લોકો પણ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા. રંગબેરંગી કપડાઓ પહેરીને આખુ ગ્રાઉન્ડ જાણે કે જગમગી ઉઠ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આવો નજારો તો આપણા ગુજરાતમાં જોવા મળે. ખેલૈયાઓ નો ઉત્સાહ ગ્રાઉન્ડ ઉપર જોરદાર જોવા મળ્યો હતો.
ખૈલયાઓ મન મૂકીને ગરબા રમતા જોવા મળ્યા હતા. રંગબેરંગી કપડાઓથી અને અતુલ પુરોહિતના ગરબા ના ગીત ઉપર લોકો થનગની ઉઠ્યા હતા. જોવા વાળા પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ગરબા રમતા ખેલૈયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને પહોંચી ગયો હતો. આમ નવરાત્રી ના નવે નવ દિવસ ખેલૈયાઓ આમ જુની ઉઠતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!