વલસાડ- PSI, 3-કોન્ટેબલો સહિત 19 વ્યક્તિઓ દારૂ ની મહેફિલ માં તલ્લીન ઝડપાયા.
ગુજરાત માં હાલ લોકો ના મોઢે એક જ સમાચાર સાંભળવા મળે છે તે છે બોટાદ માં થયેલ લઠ્ઠાકાંડ. જેમ જેમ દિવસ ચડે તેમ તેમાં મૃત્યુ નો આંકડો વધતો જ જાય છે. પોલીસ હવે એક્શન મોડ માં આવી ને મોટા મોટા દારૂ ના ચાલતા અડ્ડાઓ પર રેડ પાડી રહી છે. એવામાં વલસાડ માંથી એવી ઘટના સામે આવી છે કે ખુદ PSI દારૂ ની મહેફિલ માણતા ઝડપાયા છે.
સન્ની બાવીસકર નામના શખ્સ ના જન્મદિવસ ની પાર્ટી હોય નાનાપોંઢા ના PSI સાથે 3-કોન્સ્ટેબલ સહિત 19-લોકો ને SP ડો.રાજદીપસિંહ ઝાલા એ રંગેહાથે પાર્ટી કરતા ઝડપી પાડ્યા હતા. SP ડો.રાજદીપસિંહ ઝાલા ને બાતમી મળી હતી કે વલસાડ ના અતુલ પાસે એક બંગલા માં PSI, કોન્સ્ટેબલ અને અન્ય લોકો પાર્ટી કરી રહેલા છે ત્યારે SP ડો.રાજદીપસિંહ ઝાલા એ LCB ની ટિમ સાથે ત્યાં રેડ પાડી હતી.
રેડ પાડતા તમામ લોકો પાર્ટી કરતા મહેફિલ માંથી ઝડપાયા હતા. આ રેડ મા વલસાડ SPએ 18 બોટલ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.આમ ખુદ પોલીસ પણ પાર્ટી કરવામાં વ્યસ્ત જોવા મળે છે. તો બીજી તરફ દારૂ ના અડ્ડાઓ હજુ પણ ઘણી જગ્યાઓ પર ધમધમતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!