Gujarat

વલસાડ મહિલા કોન્સ્ટેબલે તિથલ ના દરિયા માં લગાવી મોત ની છલાંગ કારણ માત્ર એવું કે..

Spread the love

આપણા સમાજ માંથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. કે જેમાં અનેક લોકો આપઘાત કરી બેસતા હોય છે. ક્યારેક પ્રેમ પ્રકરણમાં આપઘાત, તો ક્યારેક પૈસા ની લેતી દેતી માં આપઘાત, તો ક્યારેક આર્થિક સંકડામણ ના કારણે આપઘાત કરી બેસતા હોય છે. એવો જ એક આપઘાત નો કિસ્સો હાલ વલસાડ જિલ્લા ના તિથલ દરિયા કિનારે થી સામે આવ્યો છે. વલસાડના તિથલ દરિયા કિનારા માં એક પોલીસ કોન્સ્ટેબલ મહિલાએ આપઘાત કરી લેતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

વધુ વિગતે જાણવી તો ગયા રવિવાર ના રોજ 26 વર્ષ ની પૂજા પ્રજાપતિ નોકરી પૂર્ણ કર્યા બાદ પોલીસ સ્ટેશન થી નીકળી અને ઘરે પહોંચી ન હતી. ત્યારબાદ મોડે સુધી પૂજા પ્રજાપતિ પોતાના ઘરે ન આવતા પરિવારજનો એ તેના સાથીદારો.ને ફોન કરીને તેની માહિતી મેળવી. સાથીદારો કહ્યું કે પૂજા ઓફિસમાંથી 8:00 વાગે જ ઘરે નીકળી ગઈ હતી. ત્યારબાદ પરિવારને ચિંતા થવા લાગી. પરંતુ જાણવા મળ્યું કે પૂજા ઓફિસેથી નીકળીને સિદ્ધિ તિથલ દરિયા કિનારે ગઈ અને દરિયા કિનારામાં મોતની છલાંગ લગાવી મૃત્યુના ભેટી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે તીથલ દરિયા કિનારે થી પૂજા પ્રજાપતિ નું ટુ-વ્હીલર મળી આવ્યું હતું. જે બાદ સતત પોલીસ ની ટીમ દ્વારા આ બાબતે મૃતદેહ ને શોધવાની કોશિશ હાથ ધરતા સોમવારના રોજ પૂજા પ્રજાપતિ નો મૃતદેહ તિથલ ના દરિયા કિનારે થી મળ્યો હતો. જાણવા મળ્યું કે પૂજા પ્રજાપતિએ કોલેજ પૂરી કર્યા બાદ તેનું સિલેક્શન પોલીસ કોન્સ્ટેબલમાં થયું હતું. તે વલસાડના અબ્રામ માં પોલીસ હેડક્વોર્ટર રોડ ઉપર આવેલી તુલસીવન સોસાયટીમાં પરિવાર સાથે રહેતી હતી.

પ્રાથમિક કારણ જાણવા મળ્યું કે, પૂજા પ્રજાપતિ જે યુવાન સાથે લગ્ન કરવા માંગતી હતી તે પરિવાર ને મંજુર ના હતું. આમ આ પોલીસ કોન્સ્ટેબલ મહિલાએ આપઘાત કરી લેતા પરિવારના માથે ભારે દુઃખ નું વાતાવરણ છવાઈ ગયું હતું. પૂજા પ્રજાપતિ ના પિતા સોહનલાલ પ્રજાપતિ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તે ટાઇલ્સ ફીટીંગ નું કામ કરે છે. પૂજા પ્રજાપતિ ને બે ભાઈઓ સંજય અને પ્રકાશ છે. અને પૂજા તેમાં સૌથી નાની દીકરી હતી. આમ પરિવારને માથે ખૂબ દુઃખ આવી પડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *