માતા એ બાળક ને દવા પીવરાવવા માટે એવો મગજ ચલાવ્યો કે તમે પણ કહેશે વાહ શું વાત છે ! જુઓ વિડીયો…
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. હાલ માં એક નાના બાળક નો વિડીયો વાયરલ થઇ રહેલો છે. તે વિડીયો જોઈ ને તમે પણ હસી હસી ને થાકી જશો. નાના બાળકો માટે જો સૌથી વધુ મુશ્કિલ કામ હોય તો તે છે નાના બાળકો ને દવા પીવરાવવી. એક માતા એ પોતાના બાળક ને દવા પીવરાવવા એક એવો જુગાડ કર્યો કે તમે જોઈ ને પણ દંગ રહી જશે. વિડીયો ખરેખર મજેદાર છે.
વિડ્યો માં જોઈ શકાય છે કે એક નાનો બાળક રમી રહ્યો છે. તેની માતા એક દવા ની બોટલ લઇ ને ઉભી છે. ખરેખર એ દવા ની બોટલ હોય છે પરંતુ, માતા એ દવા ની બોટલ ની ઉપર જ્યુસ ની બોટલ નું ખોખું ચડાવી દીધું એટલે બાળક જયારે દવા પીવા આવે ત્યારે એને બહાર થી એમ લાગે કે આ જ્યુસ છે. બોટલ ની અંદર એક સ્ટો પણ નાખેલી છે. બાળક જેવી બોટલ જોવે કે તરત જ દોડતો આવે છે.
તે તરત જ જ્યુસ સમજીને સ્ટો વડે દવા પીવા લાગે છે. પહેલા તો સ્વાદ નો ખ્યાલ બાળક ને આવતો નથી પરંતુ, જેવી એક બે ઘૂંટ અંદર જાય છે કે તરત જ તેનું મોઢું બગડી જાય છે. અને વિચાર માં પડી જાય છે કે આ શું છે. છે ને મજેદાર ! બાળક ને જ્યુસ આપો કે તરત જ દોડતું આવે છે. નાના બાળકો ને દવા સહેજ પણ પસંદ પડતી ના હોય એટલે આવા જુગાડ કરવા જરૂરી હોય છે. જુઓ મજેદાર વિડીયો.
View this post on Instagram
લોકો આ વિડીયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ જુગાડ અજમાવવા જેવો છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.