ગરમીમાં નહીં પણ સામાન્ય સ્થિતિમાં તમને જો વારંવાર તરસ લાગતી હોય તો નજર અંદાજ નહીં કરતા, આ ગંભીર બીમારીનું સૂચન કરે છે આ વાત….
પાણી પીવું એ ખુબ સારી વાત છે એવામાં હાલના સમયમાં ગરમીનું પ્રમાણ વધી જતા લોકોને ખુબ તરસ લાગતી હોય છે અને પાણી પીવું જરૂરી બની જાય છે અને પીવું જ પડે નહિતર ડિહાયડ્રેશન જેવી સમસ્યા ઉદભવે છે.એવામાં પાણી પીવું જરૂરી બની જાય છે પરંતુ શું તમને ખબર છે ખુબ વધારે તરસ લાગવી પણ તમને આ આ બીમારીના સંકેત આપવા કરે છે જેના વિશે તમને પણ ખબર હોતી નથી. તબીબોનું માનીએ તો તેઓનું પણ એવું જ કેહવું હોય છે કે રોજના 2 થી 3 લીટર પાણી પીવાનું રહે છે.
તમને જાણતા નવાય લાગશે કે જયારે સામાન્ય સ્થિતિ હોય તેમ છતાં તમને વારંવાર તરસ લાગવા લાગે તો તમને આ વાત ગંભીર બીમારી વિષે સૂચવે છે અને આ બીમારી આવું થવા પાછળ જવાબદાર માનવામાં આવે છે.જો વધારા ગરમી ના હોય તેમ છતાં તમને વારંવાર પાણીની તરસ લાગવા લાગે તો તેને સામાન્ય ન સમજવું અને તેની ગંભીરતા લઈને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ.
જરૂરિયાત વધારે તરસ લાગવા લાગે તેને મેડિકલની ભાષામાં ‘પોલિડીપસીયા’ તરીકે ઓળખવામાં આવે છે, આવી પ્રિતસ્થિતિમાં પાણી વધારે કરે છે.આવું થવા પાછળ મુખ્ય કારણ એ પણ માનવામાં આવે છે કે શરીરમાં જયારે સોડિયમની કમી હોય છે ત્યારે આવી મુશ્કેલી ઉદભવે છે, આ લક્ષણ જ નહીં પરંતુ આની સિવાય ઉલ્ટી થવી જેવા પણ દેખાવા લાગે છે. વધારે પાણી પીવાથી પેશાબ પણ જાડું થવા લાગે છે.
વારંવાર તરસ લાગવી તે ડાયાબિટીસનું એક મહત્વનું લક્ષણ માનવામાં આવી રહ્યું છે, જયારે જે તે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે ત્યારે તેને લોહી અને શુગર લેવલ ખુબ વધી જાય છે જેના લીધે એક્સ્ટ્રા શુગરને કિડની પોતાની ક્ષમતા અનુસાર યુરિન સાથે બહાર કાઢે છે આથી જ વારંવાર પેશાબ કરવાની સમસ્યા ઉદભવે છે, આથી વારંવાર પાણી પીવાં જેવી મુશ્કેલી આવે છે.