India

લગ્નમાં લોકો ખોરાકને ઢગલા મોઢે બગાડમા જવા દે અને બીજી બાજુ જુઓ આ દાદાને, એક એક ખોરાકના ટુકડાને કેટલું મહત્વ…જુઓ વિડીયો

Spread the love

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જે ખુબ વધારે ફની હોય છે તો અમુક વખત એવા વિડીયો પણ વાયરલ થતા હોય છે જે ખરેખર આપણને કોઈ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિની વેલ્યુ બતાવતો વિડીયો સામે આવતા હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો બતાવા જઈ રહ્યા છીએ જીએ જીવનમાં સારી શીખ આપશે.

તમે જોયું જ હશે કે લગ્ન પ્રસંગોમાં અનેક વખત ખોરાકનો એટલો બધો બગાડો થતો હોય છે કે જાણે આપણા દેશમાં દરેક વ્યક્તિને ખોરાક મળતો હોય છે. ના એવું જરાય નથી હજી આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ એટલું બધું છે કે હજી લોકો ફૂટપાથ કે બીજી કોઈ જગ્યા પર ભીખ માંગીને બે ટકનો ખોરાક ખાવા માટે માથામણ કરતા હોય છે. આથી જ કહેવાય છે કે અન્નનો આદર કદી ન કરવો જોઈએ.

કારણ કે જે વ્યક્તિને જરૂરિયાત કરતા વધારે અન્ન મળી જતું હોય છે તેને અન્નનું મહત્વ નથી ખબર હોતી પરંતુ જે વ્યક્તિને પૂરતો ખોરાક પણ પ્રાપ્ત નથી થતો હોતો તેને જ એક એક રોટલીના કટકાની મહત્વતા ખબર હોય છે. એવામાં વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં પણ આવું જ જોઈ શકાય છે જેમાં ખોરાકનું મહત્વ આપણને દેખાય છે. એક વૃદ્ધ ગરીબ વ્યક્તિ પોતાને માંડ માંડ મળેલી રોટલીને બગડેલી હોવાથી તે પાણીમાં ધોય રહ્યો છે.

ખરેખર આવો વિડિયો કોઈ પણ વ્યક્તિના હદયને ટચ કરી જાય તેવો છે, આ વિડીયો ઘણા લોકો માટે દાખલા રૂપ સાબિત થયો છે કારણ કે તમે જોયું જ હશે કે ઘણા બધા એવા લોકો હોય છે જે ખુબ મોટા પ્રમાણમાં અન્નનું અનાદર કરતા હોય છે. તો તેવા લોકોએ આ વિડીયોને ખાસ જોવો જોઈએ કે એક વ્યક્તિ માટે ખોરાકની શું કિંમત છે. વર્તમાન સમયમાં આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝરો પણ આ વિડીયો જોઈને ભાવુક થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *