India

કેન્સર પીડિત નાના બાળક નો ડાન્સ વિડીયો જોઈ કોઈ પોતાના આંસુ રોકી ના શકે ખુશી ખુશી કર્યો ડાન્સ, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. રોજબરોજ એવા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે ક્યારેક આપણી આંખોમાંથી પણ આંસુ આવી જતા હોય છે. રોજિંદા જીવનમાં આપણે અનેક બીમારીઓનો સામનો કરતા હોઈએ છીએ. એમાંની એક ભયંકર બીમારી એટલે કેન્સરની બીમારી. કેન્સરની બીમારીમાં લોકોનું મોત પણ થઈ જતું હોય છે.

મોટા લોકોથી માંડીને નાના બાળકોને પણ કેન્સરની બીમારી થતી હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે કે એક નાનો બાળક કેન્સરની બીમારીના કારણે જિંદગીના છેલ્લા દિવસો ગણી રહ્યો છે પરંતુ તે નાના બાળકને પણ શું ખબર કે તેને કેન્સરની બીમારી થઈ છે અને તે આ બીમારી સામે લડત આપતા આપતા હોસ્પિટલમાં નર્સ સામે ડાન્સ કરતો જોવા મળે છે.

વીડિયોમાં જોવા મળે છે તેમ એક નાનો બાળક હોસ્પિટલના એક રૂમમાં નર્સ સાથે હોય છે. ટીવીમાં બાળકને કોઈ ડાન્સનો વીડિયો શરૂ કરી દેવામાં આવે છે. બાળક તે ગીત ઉપર ડાન્સ કરવા લાગે છે અને થોડીવારમાં તેની પાસે રહેલી નર્સનો હાથ પકડીને તે નર્સ ને પણ ડાન્સ કરવાનું કહે છે. નર્સ પણ ખુશી ખુશી બાળક સાથે ડાન્સ કરતી જોવા મળે છે.

નાના એવા બાળકને જોઈને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે. બાળકને પણ ખ્યાલ નથી કે તે કેટલું જીવવાનો છે પરંતુ તે ખૂબ સુંદર રીતે જીવન પસાર કરી રહ્યો છે. આમ આવા વિડીયો જોઈ ને લોકો ખુબ જ ભાવુક થઇ પડતા હોય છે. અત્યાર સુધીમાં આ વિડીયો ન લાખ કરતા પણ વધુ લોકો એ જોઈ લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *