Gujarat

ગુજરાત પર વાતાવરણ નો સંકટ! હવામાન વિભાગ ની આગાહીથી લોકો ત્રસ્ત આવનાર સમય માં વધી શકે છે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં કડકડતી ઠંડી માંથી રાજ્ય ની પ્રજાને આરામ મળ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ છે આપણે સૌ જાણીએ છિએ કે આજ વખતે સમગ્ર રાજ્ય અને દેશમાં વરસાદ ના સમય માં પુશ્કળ વરસાદ ના કારણે જળ સંકટ હળવું બન્યું જ્યારે વાત ઠંડી અંગે કરીએ તો ઠંડી એ પણ પોતાના જૂના તમામ રેકોર્ડ તોડ્યા.

તેવામાં હવે ઉનાળો શરૂ થઈ ગયો છે શરૂઆત માં જ ગરમી નો કહેર લોકો પર વરસ્વા લાગ્યો છે જેને જોતાં લાગે છે કે આવનાર સમય માં ગરમી પણ પોતાના રેકોર્ડ તોડશે અને લોકો અસહ્ય ગરમી નો સામનો કરવો પડશે. આવનાર સમય માં હવામાન ને લઈને જે આગાહી કરવામાં આવી છે તે ચિંતા જનક છે ખાસ કરીને ખેડૂતો ની મુશ્કેલી વધી શકે છે.

તો ચાલો આપણે આવનાર સમય માં વાતાવરણ કેવું રહેશે તે અંગે માહિતી મેળવીએ. આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા અઠવાડિયામાં સતત હિટવેવ રહ્યું લોકોને અસહ્ય તાપ અને ગરમી નો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત આ સમયે રાજ્ય નું તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. જોકે શરૂઆત માં વધેલ ગરમી બાદ વાતાવરણ પલટો જોવા મળ્યો જેના કારણે મહિનાની શરૂઆતથી જ વહેલી સવારમા રાજ્ય ના અનેક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું.

જો વાત હવામાન વિભાગ ની આગાહી અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર આવનાર પાંચ દિવસ માટે વિભગે આગાહી કરી છે. જેમાં આ દિવસો દરમિયાન સામાન્ય વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે 25 માર્ચથી ગરમી વધશે અને તાપમાનમાં 4 ડિગ્રી નો વધારો થશે. આ ઉપરાંત 26 અને 27 માર્ચ દરમિયાન અમુક જિલ્લામાં હીટવેવની આગાહી છે. જે બાદ શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

જો વાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલ વાતાવરણ ની આગાહી અંગે કરીએ તો તેમણે જણાવ્યું છે કે 25 માર્ચ થી 27 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાતાવરણ ફેરફાર ના કારણે સામાન્ય વરસાદી છાંટા અનુભવાશે. જો કે જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાપમાન વધવાના કારણે અરબી સમુદ્રથી ભેજ ઉપર આવ્યો છે. જે વાદળ છાયા વાતાવરણ માટે જવાબદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *