Gujarat

અનંત અંબાણી નુ દીલ જીતનાર કોણ છે રાધીકા મર્ચન્ટ?? જાણો શુ કરે અને કેટલી સંપતિ ની માલિકીન છે અંબાણી પરિવાર ની ભાવી…

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના દરેક પ્રસંગમાં હાજરી આપે છે અને હાલમાં જ અંબાણી પરિવાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને રાધિકા મર્ચન્ટ માટે આરંગત્રેમ સેરમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પહેલીવાર રાધિકા એ પારંપરિક પહેરવેશ પહેરીને પ્રથમ વખત ભરતનાટ્યમનું સ્ટેજ પર્ફોમશ આપ્યું હતું. તેમજ  હાલમાજ અનંત અને રાધિકાનું પ્રિવેડિંગ થયું છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ કાર્યક્રમ ખૂબ જ શાનદાર રીતે અને ભવ્ય રીતે યોજાયો હતો જેમાં ઉધોગપતિઓ અને બોલીવુડના કલાકારોએ હાજરી આપી હતી. ખાસ વાત એ છે કે, રાધિકા મર્ચન્ટ હજૂ સુધી પરિવારની પુત્ર વધુ ના હોવા છતાં પણ પરિવાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે રાધિકા અંબાણી પરિવારની પુત્રવધુ બનવા જઈ રહી છે તે એકલી કોરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

ચાલો અમે આપને જણાવીએ કે રાધિકા મર્ચન્ટ કોણ છે. ગુજરાતી પરિવારમાં તા.18 ડિસેમ્બર 1994માં જન્મેલી રાધિકા મર્ચન્ટ ‘એનકોર હેલ્થકેર’ના સીઈઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચન્ટની પુત્રી છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂરૂ કર્યું છે.

આ ઉપરાંત, રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં બેચલરની ડિગ્રી મેળવી છે. ભારત પરત ફર્યા પછી, તેણે 2017 માં રિયલ એસ્ટેટ ફર્મ ‘ઇસપ્રવા’ માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું. રાધિકાએ તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને સ્વિમિંગ અને ટ્રેકિંગનો પણ શોખ છે.

ખાસ કરીને રાધિકા એક ક્લાસિકલ ડાન્સર, બિઝનેસમેન સાથે-સાથે મીડિયા ફેસ તરીકે કાર્ય કરે છે અને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી રાધિકા તેમના બોયફ્રેન્ડ અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે હાલમાજ જામનગર ખાતે પોતાનું પ્રિવેડિંગ કર્યું હતું. જેની ભાવિ ઉજવણીઓ પણ કરવામાં આવી હતી.

જે ઘરમાં રાધિકા અંબાણી પરિવારમાં પુત્ર વધુ બનાવ જઇ રહી છે, તેમને તો સંપત્તિનો અખૂટ ભંડાર છે. પરંતુ રાધિકા એ પોતાની આવડત અને મહેનત થી કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે.મીડિયા રિપોર્ટસ અનુસાર રાધિકા તેના પપ્પાનો બિઝનેસ ચલાવે છે.રિપોર્ટ મુજબ રાધિકાની નેટ વર્થ 8 થી 10 કરોડની નજીક છે,જેની માત્ર એક માલકિન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *