કોણે કીધુ ગામડાં મા રહી કરોડપતિ ના થવાય ? જુનાગઢ નો આ પરિવાર ખેતી આધારિત વસ્તુઓ ઓ બનાવી વર્ષે લાખો રુપીઆ કમાઈ છે જાણો કેવી રીતે
આજના સમયમાં શહેરી જીવન કરતાંય ગામડાનું જીવન વધારે સારું છે. આજમનાં સમયમાં એવા ઘણાય પરિવાર છે, જેઓ શહેરી જીવન છોડીને ગામડામાં સ્થાયી થયા છે. ત્યારે અમે આજે આપણે એક એવા પરિવારની વાત કરીશું જેમને ગામડા આવીને ખેતી કામ કરીને કરોડો રૂપીયાની સંપત્તિ કમાઈ લીધી છે.આ પરિવાર સૌરાષ્ટ્રનાં જૂનાગઢ જીલ્લાનાં એક ગામમાં રહે છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે કંઈ રીતે પરિવાર ખેતી આધારિત પ્રોડક્ટ બનાવીને દેશ વિદેશમાં મોકલાવી આટલી સફળતા મેળવી.
એક વાત તો સત્ય છે કે, આજના સમયમાં લોકોનો શહેર પ્રત્યેનો મોહ વધી રહ્યો છે. લોકોની વિચારધારાઓને લીધે ગામડામાં રહીએ તો પ્રગતિ ન થાય પણ આ વાતને ખોટી પાડી છે. જૂનાગઢ જિલ્લાનો એક પરિવાર કે જે કરોડપતિ હોવા છતાં શહેરમાં વસવાને બદલે ગામડામાં રહીને એકદમ સાદું અને સરળ જીવન જીવે છે. વાત જાણે એમ છે કે, માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કરનાર પરષોતમ ભાઈ એ અને આજે તેમનો પરિવાત સંયુક્ત રહે છે અને ખૂબ જ સાદું જીવન જીવે છે.
ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરીને તેમને સાબિત કરી બતાવ્યું કે, યુવાનો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઇવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી, પરંતુ જો યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વ્રારા પણ સારી કમાણી કરી શકાય છે. કોઈપણ કાર્ય નાનું કે મોટું નથી હોતું કારણ કે, દરેક કાર્ય આત્મ વિશ્વાસ સાથે અથાગ પરિશ્રમ કરવામાં આવે તો સફળતા મળે છે.
જૂનાગઢ જિલ્લાનાં પરસોત્તમભાઈ સિદ્ધપરા પત્ની સુશિલાબેન, પોતાના બંને પુત્રો અને તેમના પરિવાર સાથે જામકા ગામમાં રહે છે. ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓ કરી લાખો રૂપિયાનો બિઝનેસ કરે છે અને તેમના બંને દીકરાઓ કંપનીમાં જોડવાને બદલે પિતાની સાથે જ ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય કર્યો.તમને જાણીને નવાઈ લાગશે કે તેમની પાસ105 ગીર ગાય છે.
પોતાની પાસે રહેલી 12 એકર જમીન અને ભાડા પેટે રાખેલી બીજી 12 એકર જમીનમાં તેઓ માઇક્રો પ્લાનિક દ્વારા ખેતી કરે છે. 105 ગાયો દ્વારા તેઓ લગભગ 250 લિટરથી વધારે દૂધ મેળવે છે. જેમાંથી માખણ, ઘી, પેંડા, માવો જેવી પ્રોડક્ટ બનાવે છે. તેમના જણાવ્યા અનુસાર આ બધી પ્રોડક્ટની માંગ વિદેશમાં પણ છે. તેઓ અનાજ અને અન્ય અનાજની દાળ બનાવી તેના પેકેટ્સ બનાવી વેચાણ કરે છે.ખરેખર આ વાત તો સત્ય છે કે, જો ખેતીનું સંપૂર્ણ જ્ઞાન અને આધુનિક ટેકનોલોજી સમજીને જમીનમાંથી સોનુ ઉત્પન્ન થઇ શકે. ખાસ એક પરિવારમાં સંપ છે અને સૌ એક વિચારધારા પર ચાલીને આ સફળતા મેળવી છે.