Entertainment

વાહ જોરદાર !!!! દિલ્હી મેટ્રોમાં ભોલેનાથના ગીત પર કંવરિયાઓએ કર્યો એવો જોરદાર ડાન્સ કે વીડિયો જોયા પછી બધા કહેવા લાગ્યા કે … જુવો વિડિયો

Spread the love

હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ કળાના માધ્યમથી આવા સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે. હવે નાના બાળકોથી લઈને યુવાનો પણ પોતાના ડાન્સ ની પ્રતિમા ઇન્ટરનેટ ના જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂ કરતાં હોય છે અને તેના દ્બવારા તેઓ નામના મેળવતા હોય છે.

આવનારા દિવસોમાં દિલ્હી મેટ્રોમાં કેટલીક એવી વસ્તુઓ જોવા મળશે  જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે. અત્યાર સુધી ફાઈટ, ડાન્સ અને રોમાન્સ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ સામે આવી છે. પરંતુ હવે જે જોવા મળી રહ્યું છે તેનાથી દરેક લોકો ખુશ છે. વાસ્તવમાં પવિત્ર સાવન માસ શરૂ થતાની સાથે જ કંવર યાત્રા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દિલ્હી મેટ્રોમાં કંવરિયાઓની મસ્તી જોઈને લોકોનું દિલ ખુશ થઈ ગયું છે.

આ વિડિયોને ઈન્સ્ટાગ્રામ પર  શેર કરવામાં આવ્યો છે. જેના હાર્ટ અને મેટ્રો ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું છે કે  દિલ્હી મેટ્રો .  વાયરલ થઈ રહેલ  ક્લિપમાં જોઈ શકાય છે કે કંવરિયા જેવા પોશાક પહેરેલા કેટલાક છોકરાઓ મસ્તીમાં ઝૂલતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ભોલેનાથનું ગીત વાગી રહ્યું છે, જેના પર દરેક વ્યક્તિ પૂરી એનર્જી સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ સિવાય એક છોકરો પણ ફ્રન્ટ કેમેરાથી વીડિયો શૂટ કરતો જોવા મળે છે. એટલું જ નહીં, ‘પાવર બેંક ચાર્જ કર લે બસ મેં માજે લેંગે’ એવું કહેતા પણ સાંભળવા મળે છે.

જો કે  કેટલાક યુઝર્સે દિલ્હી મેટ્રોમાં કંવરિયાઓના આ રીતે ડાન્સ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. ત્રણ દિવસ પહેલા શેર કરવામાં આવેલી આ વાયરલ ક્લિપને 83 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ તેના પર કમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક રીતે કંવરિયાઓનો ડાન્સ લોકોને પસંદ આવી રહ્યો છે. બીજી તરફ કેટલાક લોકોએ ધાર્મિક યાત્રા દરમિયાન આ પ્રકારની મજાને ખોટી ગણાવી છે. એક યૂઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે  મજા સિવાય ગરિમા પણ હોવી જોઈએ. બીજાએ કહ્યું કે  મેટ્રોમાં ઘણા સમયથી કંઈક સારું જોવા મળી રહ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું કે  પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવું વર્તન કરવું યોગ્ય નથી.

 

View this post on Instagram

 

A post shared by Sanjeev Mahto (@sanjeevmahto76)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *