Entertainment

આ કાંઈ યોગા કરવાની જગ્યા છે ? યુવક રસ્તા પરના મોટા હોર્ડિંગ્સ પર ચડી ગયો અને કરવા લાગ્યો યોગા, પણ પછી…જુઓ વિડીયો

Spread the love

હજુ ગઈકાલે જ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આપણા દેશમાં તો ખરી પરંતુ વિદેશની જમીન પર પણ અનેક જગ્યાએ યોગા કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરેક મોટા મોટા સુપરસ્ટારો તથા ફિલ્મ અભિનેતાઓ તથા અભિનેત્રીઓ એ આ દિવસની ઉજવણી કરી હતી, પણ હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ દરેક લોકોને આંચકો જ લાગ્યો હતો.

આમ તો સોશિયલ મીડિયા હાલના સમયમાં એવું માધ્યમ બની ગયું છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે જેમાંથી અમુક વિડીયો ખુબ ફની હોય છે તો અમુક વિડીયો ખુબ ચોંકાવનારા પણ હોતા હોય છે, એવામાં આ વીડિયોમાં પણ આવું જ કંઈક થયું હતું, અહીં યુવકે મોટા એવા માર્ક કરેલા બોર્ડ પર ચડીને કસરત કરવા લાગ્યો હતો,આવું દ્રશ્ય જોતા રસ્તા પર જતા લોકો પણ દંગ જ રહી ગયા હતા.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તાની વચ્ચો વચ્ચ લગાવામાં આવેલા હોર્ડિંગની ફ્રેમ પર ઉભા રહીને પુશ અપ્સ કરતો જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં જાણે તે જમીન પર જ કોઈ એક્સરસાઇઝ કરી રહ્યો હોય તેવી રીતે તે ત્યાં હોર્ડિંગ્સ પર ખુબ જોરદાર કસરત કરી રહ્યો છે. આવું જોયા બાદ નીચેથી પસાર થતા લોકો દ્વારા પણ ગજબનું રિએક્શન આપવામાં આવ્યું હતું.

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયો ઓડિશાના સંબલપુરનો હોય તેવું હાલ સામે આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે આ યુવક પોતાની ભાનમાં નહીં પરંતુ નશાની હાલતમાં ધૂત થઇને આવો કાંડ કરી રહ્યો છે. આટલા ઉચ્ચ તથા મોટા સાઈનબોર્ડ પર આ યુવકના આવા કરતબ જોઈને સૌ કોઈ હક્કા બક્કા જ રહી ગયું હતું. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *