ઉપર વાલા જબ ભી દેતા દેતા છપ્પડ ફાડ કે ! સામાન્ય રીક્ષા વાળા યુવકના પ્રેમમાં પડી વિદેશી મેમ…લવસ્ટોરી એવી કે મોટી મોટી ફિલ્મોની સ્ટોરી પાછી પડે
કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી. જ્યારે બે હૃદય મળે છે ત્યારે તેમને જાતિ, રંગ, સંપત્તિ-ગરીબી અને સરહદોનું અંતર દેખાતું નથી. હવે કર્ણાટકના અનંતરાજુ અને બેલ્જિયમના કેમિલને જુઓ. 30 વર્ષીય અનંતરાજુ વ્યવસાયે ઓટો ડ્રાઈવર છે. તે ટુરિસ્ટ ગાઈડ તરીકે પણ કામ કરે છે. તાજેતરમાં જ તેણે બેલ્જિયમની 27 વર્ષીય કેમિલ સાથે લગ્ન કર્યા છે.
અનંતરાજુ અને બેલ્જિયમે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. 25 નવેમ્બરે હમ્પીના વિરુપક્ષ મંદિરમાં બંને કાયમ માટે એકબીજાના બની ગયા. જોકે, કપલ બનવા માટે બંનેને ત્રણ વર્ષનો લાંબો સમય રાહ જોવી પડી હતી. હવે તમે વિચારતા જ હશો કે ઓટો ડ્રાઈવર અને સાત સમંદર પાર રહેતી યુવતીના લગ્ન કેવી રીતે થયા? તો ચાલો એક નજર કરીએ આ બંનેની લવ સ્ટોરી પર.
અનંતરાજુ અને કેમિલીની પહેલી મુલાકાત વર્ષ 2019માં થઈ હતી. ત્યાર બાદ કેમિલ અને તેનો પરિવાર ભારતના પ્રવાસે આવ્યા હતા. અહીં તેઓ હમ્પીની મુલાકાત દરમિયાન અનંતરાજુને મળ્યા હતા. તેણે તેઓને શહેરમાં માર્ગદર્શન આપ્યું. તેમના રહેવા અને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરી હતી. આવી સ્થિતિમાં કેમિલ અને તેનો પરિવાર અનંતરાજૂની પ્રામાણિકતા અને આતિથ્યથી ખૂબ પ્રભાવિત થયા હતા.
આ પછી કેમિલ પોતાના દેશ પરત ફર્યા. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા અનંતરાજુના સંપર્કમાં રહી હતી. અહીં વાત કરતાં બંનેની મિત્રતા ગાઢ બની હતી. ટૂંક સમયમાં જ બંને પ્રેમમાં પડ્યાં. બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું. પરંતુ વચ્ચે આવેલા કોરોના મહામારીએ બંનેને એક થવામાં રોક્યા.
બીજી તરફ આ પ્રેમી યુગલે તેમના પરિવારને તેમના ‘લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ’ વિશે જણાવ્યું. બંનેના પરિવારજનો આ સંબંધથી ખુશ હતા. પછી શું હતું, બંનેએ લગ્નની તારીખ કાઢી અને 25 નવેમ્બરે લગ્ન કરી લીધા અને કપલ બની ગયું. કેમિલીના લગ્નમાં બેલ્જિયમના 40 સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. બંને આ લગ્નથી ખૂબ જ ખુશ છે.