અંબાજી નજીક બાઇક નો એસટી બસ સાથે અકસ્માત, ઉપલી બોર ના વ્યક્તિ નુ અવસાન થયું હતું…
ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી હાઈવે ઉપર આવેલ હોઈ આ હાઈવે માર્ગ ઉપર વિવિધ કક્ષાના વાહનો અવર જવર કરી રહ્યા છે ત્યારે આજે સવારે 9 વાગે કોટેશ્વર ત્રણ રસ્તા નજીક અને કામાક્ષી મંદિર પાસે નવસારી થી અંબાજી તરફ આવતી એસ.ટી બસ સાથે સામેથી આવી રહેલા બાઇકચાલકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે ઉપલી બોરના યુવકનુ મૃત્યુ થયું હતું.
અંબાજીના આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે 9 વાગે અંબાજી હિંમતનગર હાઈવે ઉપર કોટેશ્વર ત્રણ રસ્તા નજીક અને કામાક્ષી મંદિર પાસે ગુજરાત વાહન વ્યવહાર નિગમની એસટી બસનો બાઈક સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો અને અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું થોડી જ વારમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા મૃતદેહને અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
નવસારી થી અંબાજી આવતી એસટી બસને કોટેશ્વર ત્રણ રસ્તા નજીક અકસ્માત થયો હતો અને વધુ તપાસ અંબાજી પોલીસ ચલાવી રહી છે. મૃત્યુ જનાર યુવક રાજસ્થાન રાજ્યનો હતો