અકસ્માત ! એક જ પરિવારના પાંચ લોકો સહીત ગાડી નહેરમાં પડી જે બાદ ફાયર વિભાગ દ્વારા ઘણી જ મહેનત બાદ તમામ લોકોને…..
મિત્રો આપણે અવાર નવાર અકસ્માતો અંગેના બનાવો જોતા અને સાંભળતા હોઈએ છીએ જયારે પણ ફોન કે છાપું ખોલીએ કે તરત જ લગભગ એક અકસ્માતની ઘટના તો જોવા મળે જ છે. અકસ્માત નું મુખ્ય કારણ વાહન ચાલાક ની ભૂલ કે ગેરસમાજ ને માનવામાં આવે છે વળી અમુક અકસ્માતો એવા પણ હોઈ છે કે જેમાં વ્યક્તિની પોતાની ભૂલ કે ગેરસમજ તેના માટે ખતરા રૂપ સાબિત થઇ જાય છે. જો કે અકસ્માત નું કારણ ગમ્મતે હોઈ પરંતુ આવા અકસ્માતોના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે. જયારે ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.
હાલ આવોજ એક અકસ્માત અંગે નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એકજ પરિવાર ના પાંચ સભ્યો એક ગાડીમાં જઈ રહ્યા હતા તેવામાં તેવામાં તેમની ગાડી એકા એક નહેરમાં ગરકાવ થઇ ગઈ જો કે ફાયર વિભાગ અધિકારીઓ દ્વારા તમામ લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જો કે આ કામ સરળ ન હતું. જો વાત આ અકસમાત અંગે વિસ્તૃત રીતે કરીએ તો તે આ મુજબ છે.
મળતી માહિતી અનુસાર આ અકસમાત સુરત નજીક આવેલા ચલથાણ નો છે કે જ્યાં એક ગાડી નહેરમાં પડી ગઈ હતી. જણાવી દઈએ કે ગાડીમાં ખાન પરિવારના પાંચ લોકો સવાર હતા. આ અકસ્માત રાતના સમયે સર્જાયો હતો. ગાડી પાણીમાં હોવાથી ગાડીમાં સવાર લોકો પોતાનું મોં પાણીની બહાર રાખી અને પાણીથી બચતા હતા અને મદદ માટે બચાવ બચાવ બૂમો પણ પડી રહ્યા હતા. તેમની આ બૂમો રાહદારીઓ એ સાંભળી અને તેમણે ફાયર વિભાગ ને જાણ કરી.
ઘટના અંગે માહિતી મળતા ફાયર વિભાગ ની ટિમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂં કરી જો કે આ કામ સહેલું ન હતું કારણકે અકસ્માત રાતના સમયે સર્જાયો હતો જેના કારણે અંધારું હોવાથી ટોર્ચ ના પ્રકાશ દ્વારા આ કામગરી શરુ થાય ઉપરાંત પાણીનો પ્રવાહ પણ ઘણો વધુ હતો જેના કારણે લોકોને ગાડી માંથી બહાર કાઢવા મુશ્કેલ હતા છતાં પણ આ મુશ્કેલ કામને ફાયર વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું અને તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા.