India

અકસ્માત ! બીમાર પિતાની સારવાર માટે જઈ રહેલા પરિવાર પર કાળ થઈને આવ્યો ટ્રેક એકજ ક્ષણમાં વિખેરાયો પરિવાર…….

Spread the love

 

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ નવું વર્ષ આવી ગયું છે જેમાં નવા વર્ષે લોકો એક બીજાને સ્વસ્થ અને સુરક્ષિત રહેવાની શુભકામનાઓ પાઠવે છે. તેવામાં નવા વર્ષે પણ અકસ્માતો ની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોને લગતા બનાવોમાં વધારો જોવા મળ્યો છે. આપણે લગભગ દરરોજ અકસ્માતને લગતા બનાવો જોતા અને સાંભળતા હોઈએ છીએ. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ભૂલ કે ગેર સમાજ ના કારણે સર્જાતા હોઈ છે. તેવામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવાર ના દુઃખ વિશે આપણે જાણી શકીએ છીએ કે આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્વજનોને ખોવાનું દુઃખ કેટલું હોઈ છે.

દેશમાં અકસ્માતો અટકાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે છતાં પણ અકસ્માતોના બનાવમાં સતત વધારો જોવા મળે છે. હાલ આવા જ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે. કે જ્યાં એક ટ્રકે એક ગાડીને ટક્કર મારી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં એક પરિવાર વિખેરાઈ ગયો હતો. અકસ્માત માં એક જ પરિવાર ના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત એક સંબંધી નું પણ અકસ્માત માં મૃત્યુ થયું હતું આમ અકસ્માત માં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો અકસ્માત અંગે વધુ માહિતી મેળવીએ તો તે આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાજસ્થાન ના ભીલવાડા જિલ્લના રાયલા પાસે સર્જાયો હતો. અહીં એક ટ્રકે એક ગાડીને ટક્કર મારી હતી. જણાવી દઈએ કે અકસ્માત સમયે ગાડીમાં ચાર લોકો સવાર હતા જે અકસ્માત બાદ ગાડીમાં જ ફસાઈ ગયા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જો વાત આ ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો આ તમામ લોકો અમરપુરા વિસ્તાર ના રહેવાસી હતા. અકસ્માત માં આ વિસ્તારના રહેવાસી પ્રતાપ ગાડરી અને તેમના પત્ની સોહની ઉપરાંત તેમનો પુત્ર દેવીલાલ સાથે અન્ય એક પરિવાર ના સદસ્ય નું અકસ્માત માં મૃત્યુ થયું હતું.

જણાવી દઈએ કે ગાડીમાં સવાર આ લોકો પિતા પ્રતાપ ગાડરીની તબિયત સારી ન હોવાથી તેમને સારવાર માટે જયપુર લઇ જઈ રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીમાં સવાર લોકો ગાડીની બહાર પણ નીકળી શકયા નહિ. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને તાપસ શરુ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *