GujaratNationalSports

અષાઢી બીજ ના દિવસે જાણો રામદેવપીર નો આ ભવ્ય ઈતિહાસ

Spread the love

બીજ’ એટલે એવી વસ્તુ કે જેમાંથી અંકુર ફૂટે, જેમાંથી સર્જન થાય તેને ‘બીજ’ કહેવાય. રામદેવરાએ ‘બીજ’ નો મહીમા કહેતા કહ્યું હતું કે આ સૃષ્ટિના તમામ જીવોની ઉત્પત્તિ એક બીજમાંથી જ થાય છે. અર્થાત સૃષ્ટિના તમામ જીવો એક સમાન છે તેમાં કોઇ જાતના ભેદભાવ નથી . વિચારશીલ બુધ્ધિજીવી માણસોના મનમાં વિચાર આવ્યો કે, જે રામદેવરાએ જીવનભર ‘બીજ’ નો મહિમા ગાયો, એ જ રામદેવરા ‘બીજ’ વગર પ્રગટ કેવી રીતે થઇ શકે?

માનવીના મનમાં શંકા અને કુશંકા પેદા થતી જ રહે છે.- ઇંડા વગર કેવી રીતે મરઘી ? અને મરઘી વગર કેવી રીતે ઇંડું? સ્વામી શ્રી ગુરુ ગોકુલદાસે લખેલા “મેધવંશી ઇતિહાસ’ માં નજર કરીએ તો પોકરણગઢ રાજ્યની ગૌશાળામાં ‘સાયર જૈપાલ’ નામનો માણસ કામ કરતો હતો. આ સાયર જયપાલ મેઘવંશી (દલીત) સમાજના માણસ હતા અને પૂરા દિલથી પોકરણગઢની ગાયોને ચરાવતા હતા તથા તન અને મનથી ગાયોની સેવા કરતા હતા. અજમલજીને સાયર જૈપાલ પર ખૂબ વિશ્વાસ હતો. સાથે સાથે એક ભાઇ જેટલો પ્રેમ પણ હતો.

અજમલજીના પિતા ભક્ત રણમલજી પણ મેઘવંશી (દલિત) સમાજના ભક્ત પીવણ જીને પોતાના ભાઇ સમાન માનતા હતા , ૨Eામલજી અને અજમલજીના મેઘવંશી (દલિત) સમાજના માણસો સાથેના આ સંબંધો ઘણાને મંજૂર નહોતા. પરંતુ મોં ખોલીને કોઇ કશું બોલતા નહોતા. ઇતિહાસ સાક્ષી છે કે પીંગલગઢના રાજા પઢિયાર વિજયસિંહને અજમલજીના મધવંશી સાથેના વ્યવહારો મંજૂર નહોતા. પઢિયાર વિજયસિંહ અજમલજીને ‘તુવરા ભગતડા’ કહીને પોકરણગઢ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. પીંગલગઢનો પઢિયાર વિજયસિંહ અજમલજીની દિકરી સગુણાનો સગો જેઠ થતો હતો.

વિજયસિંહે અજમલજીની દિકરી સગુણાને પોકરણગઢ (પીયર) જવા પર પણ મનાઇ ફરમાવી હતી. પરંતુ અજમલજી તો નીજાનંદની મસ્તીમાં મસ્ત હતા. કોઇ પણ જાતના નાત-જાતના ભેદભાવ વગર સાયર જૈપાલના સુખ દુ:ખના ભાગીદાર થતા હતા. સાયર જૈપાલને પણ સંતાન હતું નહીં. લોકો સાયર જૈપાલને પણ વાંઝિયો કહેતા હતા. અજમલજી લોકોનું મહેણુ દૂર કરવા કાશીનાથ અને દ્વારકાધીશની જાત્રાએ જતા હતા. પરંતુ સાયર જયપાલ માટે આવી જાત્રા શક્ય નહોતી, કારણ તે સમયે યાત્રીઓ માટે ‘સેવા કેમ્પ નહોતા થતા.

વાહનવ્યવહારની પણ પૂર્તિ સગવડ નહોતી. એ સમયે જાત્રા કરવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડતો હતો. અને આ ખર્ચ કરવાની સાયર જૈપાલની આર્થિક શક્તિ નહોતી, અજમલજી દિકરાની પ્રાપ્તિ માટે જયારે જયારે જાત્રાએ જતા, ત્યારે ત્યારે સાયર જૈપાલ અજમલજીને એક ખોબો નૈવેધ (ચોખા) ભગવાનને ધરાવવા માટે આપતા. તથા પોતાનો સમર્પણ ભાવ ભગવાનને મોકલતા કહેતા કે-હે અન્નદાતા, મારા તરફથી ભગવાનને મારો પ્રેમભાવ અર્પણ કરજો. મારા માટે પણ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરજો.

અજમલજી દર વખતે સાયર જૈપાલનો પ્રેમભાવ ભગવાનને અર્પણ કરતા હતા. અજમલજીની છેલ્લી દ્વારકાધીશની જાત્રાના સમયે પણ સાયર જૈપાલ ખોબો નૈવેધ મોકલવાનું અને પ્રેમભાવ અર્પણ કરવાનું કહેવાનું ભુલ્યા નહોતા. પરમશક્તિ બધુ જ જાણે છે, તેને કંઇજ કહેવાની જરૂર પડતી નથી. પોતાના જન્મ સમયના સંકેતો અને નિશાનીઓ આપ્યા બાધ દ્વારકાધીશે અજમલજીને કહ્યું હતું કે–ભક્ત, મારો જન્મ ભલે ગમે તેના ઘરે થાય, પરંતુ મારી જીવનલીલા તો તમારા ઘરે જ થશે. દ્વારકાધીશની આ વાતનો મર્મ અજમલજી સમજયા કે નહીં તેની કોને ખબર ? પરંતુ, દુનિયા આખીને ખબર છે કે કાનુડાની બાળલીલા ભલે નંદબાબાના ઘરે થઈ, પણ જન્મ તો જેલમાં જ થયો હતો. દ્વારકાધીશને બત્રીસ જાતના ભોજનને બદલે મિત્ર સુદામાના તંદુર (ચોખાની કણકી) જ વધારે સ્વાદિષ્ટ લાગી હતી. બધા જાણે છે તેવી આ સત્ય હકીકત બધાને સમજાઇ ગઇ હોય તો રામદેવરાના જન્મની હકીકત પણે જોઇ લઇએ.

દ્વારકાધીશની જાત્રાએથી આવ્યા બાદ અજમલજીએ ભગવાનની પ્રસાદીના કાળી માળાના બે ફૂલો માંથી એક ફૂલ સાયર જૈપાલને આપ્યું હતું. સાયર જયપાલ શ્રધ્ધાં અને ભક્તિથી રોજ સવાર-સાંજ ફૂલની પૂજા કરતા હતા. તથા દિવસના બાકીના સમયે રાજ્યની ગાયો ચરાવવા જતા અને ગૌસેવા કરતા હતા. આ કામમાં સાયર જૈપાલના ધર્મપત્નિ પણ સાથ આપતા હતા. અજમલજી અને મીનળદેને ત્યાં વીરમદેવ નામના દિકરાના જન્મ થયા બાદ સાયર જૈપાલના ધર્મપત્નિ પણ ગર્ભવતી થયા હતા. વીરમદેવના જન્મ પછી એક વર્ષ બાદની વાત છે. ભક્ત સાયર દંપતી પોતાના નિત્યક્રમ મુજબ રાજયની ગાયો ચરાવવા વગડામાં ગયા હતા. આ સમયે વગડામાં સાયર જૈપાલના ધર્મપત્નિને પ્રસવ પીડા ઉપડી. ગાયોના ધણની વચ્ચે ગાયોના ચરાવનાર કાનુડાનો જન્મ થયો.

સાયર દંપતીએ વગડામાં પીલુડીના બે ઝાડની બે ડાળી પર લોખંડના કડા બાંધી, કપડાની ખોઇ બનાવી નવજાત બાળકને સુવડાવ્યો. રામદેવરાના આ જન્મની હકીકતની સત્યતા માટે રાજસ્થાનના મારવાડના રેગીસ્તાન જેવા બાડમેર વિસ્તારમાં ‘ઉડુકા હમીર’ નામના ગામમાં આજે પણ આ હકીકતની સાક્ષી જેવા લોખંડના બે કડા પીલુડીના ઝાડમાં જોવા મળે છે. સાંજના ગોધુલીના સમયે દંપતી પોતાના નવજાત બાળક સાથે ગાયો લઇ ગામમાં આવ્યા. સાયર દંપતીએ પોતાના નવજાત બાળક સાથે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો.

નવજાત બાળકના ઘરપ્રવેશ સાથે જ દ્વારકાધીશે કહેલા પોતાના જન્મના સંકેત મુજબ ઘરના વાસણો ખખડવા લાગ્યા. પૂજા સ્થળના શંખમાંથી આપમેળે મધુર ધ્વની થવા લાગ્યો. ની જે દ્વારકાધીશે પોતાના જન્મ સમયના સંકેતોની વાત અજમલજીને કહી હતી, સાયર જૈપાલને નહીં. અચાનક થઇ રહેલી આ અલૌકિક ઘટનાથી સાયર દંપતી ગભરાઇ ગયું. ભયાનક ભૈરવ રાક્ષસની આ કોઇ માયા કે કોપ હશે એવુ સમજી સાયર દંપતી ખૂબ ડરવા લાગ્યુ. કોઇ ઉપાય ના મળતા સોયર જેપાલ તરત ૭ એમ જ મલજી પાસે દોડી ગયા, પોતાના ઘરમાં ચીન કે બની રહેલી અલોકિક ઘટનાની અજમલજીને જાણ કરી.

અજમલજ અતિતમાં સરી ગયા, દરિયાના પેટાળમાં પરમશક્તિએ આપેલ વચન અને સંકેત યાદ માળ્યા. દ્વારકાધીશે અજમલજીને કહ્યું હતું કે-ભક્ત, મારો જન્મ ભલે ગમે તેના ઘરે થાય, પરંતુ મારી જીવનલીલા તો તમારા ઘરે જ થશે. અજમલજીને જ્ઞાન થયું કે કાળી માળનું એક ફૂલ સાયર જયપાલના ઘરે ખીલ્યું છે. અતિતની યાદમાંથી બહાર આવી આનંદવિભોર થયેલા અજમલજીએ સાયર જૈપાલને પ્રેમપૂર્વક સમજાવતા કહ્યું કે-હે ભક્તરાજ, તુ ગરીબ હોવા છતાં ભગવાનનો મહાન ભક્ત અને સેવક છે. તારા ઘરે આધ્યાત્મિક દૈવી શક્તિનો ચમત્કાર થયો છે. તુ નવજાત બાળકને મને સોંપી દે, રાજકુટુંબમાં તારા બાળકનો ઉછેર થશે અને મારા રાજયનો વારસદાર બનશે તથા તારા તમામ સંકટો દૂર થશે. અજમલજી શું કહી રહ્યા છે તે સાયર જૈપાલને કંઇજ સમજાયું નહીં.

પરંતુ સાયર જયપાલને પોતાની હેસીયત અને ગરીબાઇ જરૂર સમજાઇ. પોતાના દિકરાના સુખી ભવિષ્યના સપના જોતા સાયર દંપતીએ ખૂબજ મનોમંથન કરીને અજમલજીની વાતનો સ્વીકાર કર્યો. છતાં પણ સાયર જૈપાલે શંકા વ્યકત કરતા કહ્યું કે – અન્નદાતા, ભાવી દિવસોમાં લોકોને ખબર પડશે કે આ બાળકનો જન્મ મેધવંશમાં થયો છે. તો, સંકુચિત મનના માણસો અમારા આ દિકરાને આપના વારસદાર તરીકે માન્ય રાખશે ખરા?, જાતિવાદનો ભયંકર રાક્ષસ આપને અને અમારા આ બાળકને સુખ અને શાંતિથી જીવવા દે છે ખરો?… સમાજની વાસ્તવિકતાનો અજમલજીને પણ ખ્યાલ હતો જ. પરંતુ ભગવાન પર પૂરો ભરોસો હતો. ભગવાન ભરોસે અજમલજીએ એક યોજના બનાવી.

આ સારી યોજના સાયર જૈપાલને સમજાવી. માનવ સમાજની ભલાઇ માટે આ સારી યોજનાને હંમર માટે ગુપ્ત રાખવાનું અજમલજીએ સાયર જૈપાલ પાસે વચન માંગ્યું. રાજયનો પાલનહાર હાથ ફેલાવીને ઉભો હોય અને પોતાના ઉપર ઉપકાર કરનારને નિરાશ કરે તો ભક્તિની શક્તિને લાંછન લાગે. માનવ સમાજની ભલાઇ માટે સાયર જૈપાલે આપેલ બલીદાન સાયર જૈપાલના દિલમાંજ દફન થઇ ગયું. માનવ ધર્મના સુર્યોદય માટેનો પહેલો પહોર શરૂ થયો. રાજય અને રાજમહેલના તમામ લોકો આ પહેલા પહોરની મીઠી નીંદર માણી રહ્યા હતા.

ઈ.સ 1413 (વિ.સ 1469), ભાદરવા સુદ બિજ દિવસની વહેલી પરોઢે , અજમલજીએ જૈપાલન બતાવેલી ગુપ્ત યોજના મુજબ સાયર જૈપાલ બીલ્લી પગે ચુપચાપ રાજમહેલમાં દાખલ થયા. જે પારણામાં વીરમદેવ પોઢી રહ્યા હતા, એજ પારણામાં પોતાના નવજાત બાળકને પોઢાડી બીલી પગે ચુપચાપ પોતાના ઘરે પરત ફર્યા. ત્યારબાદ અજમલજીએ પોતાની ગુપ્ત યોજના મુજબ પારણાથી રાજમહેલના દરવાજા સુધી કંકુ પગલીઓ ચીતરી દિધી. સંકુચિત મનના ઢોંગી માણસોને ચમત્કારથી નમસ્કાર કરાવવાનો આજ એક ઉત્તમ રસ્તો હતો. સમય સમયનું કામ કરી ગયો. ઘી ના ઠામમાં ઘી ઢળી ગયું.

ઇ.સ. ૧૪૧૩, (વિ.સ. ૧૪૬૯), ભાદરવા સુદ બીજના પરોઢે, પારણામાં પોઢેલી પરમ શક્તિએ બાળવીરમદેવને ચૂંટલી ખણી. ચૂંટલીના દર્દથી વીરમદેવ રડવા લાગ્યા. વીરમદેવના રડવાના અવાજથી માતા મીનળદે જાગી ગયા અને પારણા પાસે આવ્યા. પારણામાં બે બાળકને પોઢેલા જોઇ માતા મીનળદે નવાઇ પામ્યા. બીજુ બાળક કોનું હશે? અહીં કેવી રીતે આવી ગયુ હશે? શું આ ભૈરવ રાક્ષસની કોઇ માયા હશે? …વગેરે વગેરે વિચારો માતા મીનળદેને આવવા લાગ્યા. તાત્કાલિક દાસીને મોકલીને અજમલજીને બોલાવ્યા. બધુજ જાણતા અજમલજીએ અજાણ થઇને આ કોનું બાળક છે તેની પૂછપરછ કરાવી. થોડી વાર પછી, સમય જોઇને અજમલજીએ રાણી મીનળદેને દ્વારકાધીશનું પ્રાગ્રટ્ય થયાની વાત કરી. પારણાથી દરવાજા સુધી કુમ કુમ પગલીઓ પડેલી બતાવી. મીનળદેએ સોળ કંકુ પગલીના નિશાન જોયા.

દ્વારકાધીશની જાત્રા સફળ થયેલી માની. દ્વારકાધીશના પ્રાગટ્યના સંકેત મુજબ ઘરમાં પાણી ભરેલા વાસણો દૂધથી ઉભરાવવા લાગ્યા. ચૂલા ઉપર મૂકેલ દેગ (પાણી ભરવાનું વાસણ)માંથી ગરમ દૂધ ઉભરાતા, બાળ પરમશક્તિએ પારણામાંથી જ હાથ લંબાવ્યો. ઉકળતા દૂધની દેગ ચૂલા પરથી નીચે ઉતારી, માતાને પોતાના પ્રાગટ્યનો – સંકેત આપ્યો. માનવ ધર્મની રક્ષા માટે પોકરણગઢના વારસ બનીને કુમ કુમ પગલે પધારેલી પરમશક્તિને રાજા અને રાણીએ નમન કર્યા. બધું જ ભૂલી ને આ પરમશક્તિનો વીરમદેવના નાના ભાઇ રામદેવ તરીકે સૌએ સ્વીકાર કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *