આજે જ ટ્રાય કરો મગ ડાળની આ ૫ વાનગીઓ, આ વાનગીઓ સ્વાદની સાથે સ્વાસ્થ માટે પણ છે ફાયદાકારક.
હાલના સમયમાંતો શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલા માટે આપણા આપણા સ્વાસ્થ અને ખાન-પાન પર ખુબ ધ્યાન આપવું જોઈએ. માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં ભુખ ખુબ જ લગતી હોય છે એટલા માટે જ આ પોસ્ટ દ્વારા અમે તમને એવી વાનગી વિશે જણાવા જઈ રહ્યા છીએ જે સ્વાસ્થની સાથો સાથ આપણને સારો સ્વાદ પણ આપશે.
મિત્રો આપણે જાણતા જ હોઈએ છીએ કે ઘણા બધા એવા લોકો હોય છે જેને મગની કોઈ પણ વાનગી પસંદ હોતી નથી અને ઘણા એવા પણ લોકો હોય છે જેને મગની વાનગી પસંદ હોય છે. તમને જણાવી દઈએ કે મગમાં ફાયબર, કેલ્શ્યમ જેવા ઘણા બધા ગુણો હોય છે જે આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોય તો મગ ડાળની આ વાનગીનો અવશ્ય સ્વાદ લેવો જોઈએ. શિયામાં ઘણીવાર આપણને તીખું, ચટપટુ ખાવાનું મન થતું હોય છે. મગ દાળમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે જેવી કે મગ દાળના ચિલ્લા, મગ ડાળનો હલવો, મગ દાળની ટીક્કી અને મગદાળનો ઢોસો, આ વી વાનગીઓને સવારે નાસ્તામાં લ્યોતો આપણે ને તે ખુબ ફાયદો પોહચાડે છે.
સવારનો નાસ્તો હોય કે સાંજની ચા બંનેમાં મગ દાળની આ ચટપટી ટીક્કીને ખુબ પસંદ કરવામાં આવે છે, જો આ વાનગીને સાદા મગથી બનાવામાં આવે તો ટીક્કી વધુ સ્વાદિષ્ટ રેહશે, એટલું જ નહી આ ટીક્કીને તમે લીલી ચટણી સાથે ખાય શકો છો જેનાથી તેના સ્વાદમાં વધારો થાય છે. મિત્રો તમે ચિલ્લા તો ઘણા બધા પ્રકારના ખાધા હશે પરંતુ આ મગ દાળના ચિલ્લાની તો વાત જ કઈક અલગ છે. આ ચિલ્લાને ખુબ સરળતાથી બનાવી શકાય છે અને શરરી માટે ખુબ ફાયદાકારક પણ માનવામાં આવે છે.
વર્તમાન સમયમાં ગળું ખાવું કોને નથી ગમતું, જો આ વાનગીએ મીઠાની સાથો સાથ હેલ્ધી પણ હોય તો કેટલી મજા આવે છે. એવી જ રીતે મગની ડાળમાંથી હલવો બનાવામાં આવે છે જે ખુબ સ્વાદિષ્ટ હોય છે અને શરીરને ઉપયોગ પણ કરે છે. મિત્રો તમે ઘણા પ્રકારના ઢોસાનો સ્વાદ લીધો હશે પણ શું તમે કોઈ વાર મગની દાળના ઢોસા ખાધા છે? જો નો ખાધા હોય તો જરૂર ટ્રાય કરજો કારણ કે આ ઢોસાએ ખબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ માટે ઉપયોગી છે.