આટલું ભણેલી છે આ મહિલા છતા પણ માંગે છે ભીખ તેની પાછળ નું કારણ જાણી તમે પણ ચોકી જાસો….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સૉશ્યલ મીડિયા નો છે આજ કાલ લોકો અનેક સોશ્યલ મીડિયા ના માધ્યમો નો ઉપયોગ કરે આવા માધ્યમો નો ઉપયોગ મોજ શોખ કે એક બીજાને માહિતી આપવા કે પોતાની કળા બતાવવા માટે કરતા હોઈ છે. આપણે સૉશ્યલ મીડિયા પર અનેક ફોટા અને વિડીયો જોતાં હોઈએ છિએ અને ઘણી વાર આપણી સામે એવી એવી વસ્તુઓ આવી જાય છે કે આપણે વિચારતા થઈ જઈએ છીએ.

આપણે આવી વાત શા માટે કરીએ છીએ તેની પાછળ પણ કારણ છે. હાલમાં સૉશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પહેલી નજરે જોતાં આ વિડીયો ઘણો જ સમય લાગે છે પરંતુ ત્યાર બાદ આ વિડીયો ની ઊંડાઈ માં ઉતરયા પછી જે માલુમ પડ્યું તે ઘણું જ હેરાન કરી મુકનાર હતું. અને આ વિડીયો જોનાર ને વિચાર માં મૂકી દે તેવી બાબત સામે આવી છે.

જો વાત આ વિડીયો અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર આ વિડીયો ઉત્તર પ્રદેશમાં વારાણસી નો છે આ વિડીયો અવનીશ, કે જે BHU નો વિદ્યાર્થી છે તેણે બનાવ્યો છે. જો વિડીયો વિશે વાત કરીએ તો આ વિડિઓ માં ભીખ માંગતી સ્ત્રી દેખાય છે. તમને જણાવી દઈએ કે આ મહિલા છેલ્લા 3 વર્ષથી કાશીના ઘાટ પર ભીખ માંગીને પોતાનું જીવન જીવી રહી છે.

તે સમયે આ અવનીશ નામક વ્યક્તિએ આ મહિલાને ભીખ માં અમુક પૈસા આપવા ગયો. પણ જ્યારે આ મહિલાએ અવનિશ ને જે જવાબ આપ્યો તો સંભાળી ને અવનીશ આશ્ચર્યચકિત થઈ ગયો. અને તેણે આ વિડીયો બનાવ્યો. આ વ્યક્તિ જયારે પૈસા દેવા ગયો કે તરતજ આ મહિલા તેની સાથે અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કર્યું અને તે મહિલાએ જણાવ્યું કે તે કમ્પ્યુટર ચલાવ્વ નું જાણું છું

વધુમાં તેણે જણાવ્યું કે તે પોતે કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક થયેલી છે. અને તેને જણાવ્યું કે તેને ભીખ નહી પરંતુ નોકરી જોઈએ છે આ બધી વાતો આ મહિલાએ અંગ્રેજીમાં કહી રસ્તામાં ભીખ માંગતી એક મહિલા દ્વારા આટલું જબરદસ્ત અંગ્રેજી સાંભળીને અવનીશ આશ્ચર્યચકિત થઈ ગયો.

જો વાત આ મહિલા અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર આ મહિલા દક્ષિણ ભારતની રહેવાસી છે. અને તેણે કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. પહેલા આ મહિલા સારી નોકરીમાં હતી. પરંતુ તેના લગ્ન થઈ ગયા તેના પછી જ્યારે તેની પ્રથમ ડિલિવરી થઈ ત્યારે મહિલાનું અડધું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું એટલે કે ખોટું પડી ગયું. આ કારણે મહિલાએ પોતાનું ઘર છોડી દીધું અને તે વારાણસી આવી ગઈ. અહિ આ મહિલા રસ્તા અને ઘાટ પર ભીખ માંગવા લાગી. અને છેલ્લા લગભગ 3 વર્ષથી આ રીતે પોતાનું પેટ ભરી રહી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *