Entertainment

આદિત્ય અને અનુષ્કા ના લગ્ન માં પહોંચીયા ફિલ્મી સિતારાઓ અને એક બીજા કરતા……

Spread the love

મિત્રો લગ્ન ! આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ અને સમાજમાં લગ્નને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે જેના કારણે દેશમાં લગભગ દરેક વ્યક્તિ પોતાને યોગ્ય ઉંમર લગ્ન કરતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં લગ્નને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. લગ્નની અગાઉ લગ્નને લઈને અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. લગ્નમાં ખાસ મજા તો એ થાય છે કે લગ્નના દિવસે તમામ પરિવાર અને મિત્રો એક સાથે હોય છે.

લગ્ન માં આવેલ લોકો લગ્નના વિવિધ રીતરિવાજો નો ભરપૂર આનંદ ઉઠાવે છે. જો કે લગ્નનો આવો માહોલ સામાન્ય પરિવારથી લઇને મોટી મોટી હસ્તીઓના ઘર સુધી પણ જોવા મળે છે. તેમાં પણ જો વાત આપણા બોલિવૂડ વિશે કરીએ તો તેમાં સૌ કોઈ લગ્નને લઈને ઘણા અલગ-અલગ પ્રકારના પ્રસંગનું આયોજન કરે છે. અને આવા કાર્યક્રમમા બોલિવૂડના વિવિધ કલાકારો પણ હાજર રહે છે.

આપણે અહીં એવા જ એક લગ્નના ફંકશન વીશે વાત કરવાની છે કે છે હાજર રહી ફિલ્મી કલાકાર પોતાના પહેરવેશ અને દેખાવ નું જાદુ લોકો પર છોડ્યો છે અને અનેક જગ્યાએ થી વાહ વાહી પણ મેળવી છે. તમને જણાવી દઈએ કે આપણે અહીં આદિત્ય સીલ અને અનુષ્કા રંજન કપૂરના લગ્ન ના કાર્યક્રમ અંગે અને તેમાં હજાર કલાકારો અને તેમના પહેરવેશ વિશે વાત કરવાની છે.

તમને જણાવી દઈએ કે આ લગ્ન માં અનુષ્કાની બેસ્ટ ફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ હજાર રહ્યા હતા તેમણે આ અનુષ્કા ના સંગીત સેરેમની અને લગ્નના લુકથી આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. જો વાત તેમના પહેરવેશ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ દરમિયાન તેમણે મસ્ટર્ડ કલરની સિલ્ક સાડી ઉપરાંત કાનમાં ભારે સોનેરી બુટ્ટી અને વાળમાં ગજરા સાથે કપાળ પર ચાંદલો અને આંખોમાં કાજલ્ લગાવ્યું હતું.

આ ઉપરાંત લગ્નમાં પહોંચેલ અભિનેત્રી પૂનમ પણ આ ઉંમરે લોકો માં ચર્ચાનો વિષય બન્યા હતા. તેમણે લગ્નમાં ગોલ્ડન અને રેડ કલરની સાડી પહેરી હતી. જોકે લગ્ન માં પહોચેલ સુઝૈન ખાનના સિમ્પલ અને ડિફરન્ટ લુકએ પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ ઉપરાંત લગ્નમાં ક્રિસ્ટલ ડિસોઝા પણ પહોંચ્યા તેમણે અહીં ચમકદાર લવંડર રંગનો લહેંગો અને હેવી જ્વેલરી અને ગજરો પહેર્યા હતો.

લગ્ન માં આવેલ અન્ય લોકો અંગે વાત કરીએ તો અહીં આવેલ આથિયા શેટ્ટીએ લગ્ન માં પિંક કલરના લહેંગા સાથે મોટી બુટીઓ પહેરી હતી. જ્યારે ભૂમિ પેડનેકર પીળા રંગના લહેંગામાં જોવા મળી હતી. આ ઉપરાંત જાસ્મીન અને અલી ગોની પણ લગ્ન માં પહોંચ્યા હતા. બ્લેક સાડીમાં પહોંચેલી જાસ્મિન એ લોકો ને પોતાની તરફ જોવા મજબૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *