Entertainment

આ દિવાળી ખુશીઓ વળી ! અભિનેત્રી મુનમુન દત્તા ( બબીતાજી ) માટે આ દિવાળી રહી ખાસ કારણ કે તેમનું સ્વપ્ન થયું શાકાર તેમણે……..

Spread the love

મિત્રો આપણે સૌ મોનરંજન ના શોખીન છીએ તેમાં પણ સૌ કોઈ કોમેડી પસંદ કરીએ છીએ, આપણે સૌ ” તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ” કાર્યક્રમ અંગે જાણીએ છીએ. આ કાર્યક્રમ લોકો માં ઘણો જ લોક પ્રિય છે લોકો આ કાર્યક્રમ ના કલાકારોને પણ પસંદ કરે છે. અને તેમના વિશે જાણવાની ઈચ્છા પણ રાખે છે. આમતો દિવાળી નો સમય દરેકના જીવનમાં ખુશીઓ લાવે છે પરંતુ આજ વખતે દિવાળી નો સમય આ કાર્યક્રમના કલાકારો માટે અનેક ખુશીઓ લાવીયો હોઈ તેવું લાગે છે તેની પાછળ નું કારણ કંઈક આવું છે.

મિત્રો ઘર ! આપણે સૌ જાણીએ છીએ કે લોકો ના જીવન માં પોતાનું ઘર ઘણુંજ મહત્વ ધરાવે છે. પોતાનું ઘર નાનું હોઈ કે મોટું પણ દરેક લોકો માટે તે શાંતિ મેળવવાનું ઉત્તમ સ્થાન છે. વ્યક્તિ ગમ્મે તેટલો ફરે કે ગમ્મે તેટલી મોંઘી દાટ જગ્યાએ વસવાટ કરે પરંતુ સાચો આનંદ તેને પોતાના ઘરે પહોંચીને જ પ્રાપ્ત થાઈ છે. માટે જ કહેવાય છેકે ” ધરતીનો છેડો એટલે ઘર ” આજે આપણે ઘર ની વાત શા માટે કરીએ છીએ ? તેની પાછળનું કારણ એ છે કે દિવાળીના સમય માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં કાર્યક્રમમાં બબીતા જી નું પાત્ર ભવનાર અદાકારા મુનમુન દત્તાએ હાલમાં જ પોતાનું સ્વપ્ન પૂરું કર્યું છે.

ઘણા સમયથી તેમની ઈચ્છા પોતાનું ઘર ખરીદવા અંગે હતી, અને દિવાળી ના સમય માં તેમણે પોતાની આ ઈચ્છા પૂર્ણ કરી છે. તેમણે એક ઘણું જ આલીશાન અને મોંઘુ દાટ ઘર ખરીદ્યું છે જોકે આ અંગે તેમણે પોતે જ માહિતી આપી છે. તેમણે પોતાના અને પોતાના નવા ઘરના ફોટાઓ ચાહકો માટે સોશ્યલ મીડિયા પર અપલોડ કાર્ય છે અને સાથે એક સંદેશ પણ લખ્યો છે કે જે આ પ્રમાણે છે, તેમણે જણાવ્યું છે કે નવું ઘર સાથે નવી શરૂઆત. વળી તેમણે દિવાળીના અને પોતાના ઘરના ફોટા મોડા મુકવા પાછળનું કારણ જણાવતા કહ્યું છે કે તેઓ હાલ થોડા બીમાર હતા અને તેમનું ઘણુંજ બીઝી શુટિંગ શેડ્યુલ હતી, વળી આ સમય ગાળામાં તેમણે પરિવાર સાથે સમય વિતાવ્યો છે.

તેમણે પોતાના નવા ઘરની ખુશી જાહેર કરતા પોતાની આજ વખત ની દિવાળી આજ નવા ઘરે ઉજવી હતી. તેમણે નવું ઘર લેવા પાછળ પોતાની મહેનત નું ફળ અને ભગવાનનો આભાર માન્યો છે. જોકે આ અગાઉ તેમની પાસે એક ઘર હતું. હાલ તેમની પાસે બે ઘર થઇ ગયા છે. આ ઉપરાંત હાલમાં જ આ શોમાં જેઠા લાલા નું પાત્ર ભજવનાર અને આપણા સૌના લોક પ્રિય કલાકાર એવા દિલીપ જોશી એ પણ એક નવી કાર ખરીદી છે અને તેના ફોટાઓ સોશ્યલ મીડિયા પર મુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *